Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

લેબેનોન અને સીરિયાના પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં શરણ લેવા માટે જઇ રહેલા કુલ 150 પ્રવાસી ભરેલું જહાજ ડૂબતા ૮૬ ના મોતને ભેટ્યા

જહાજ 20 સપ્ટેમ્બરના રોજ લેબેનોનના ત્રિપોલી બંદર પાસે આવેલા મિનેહથી રવાના થયું હતુઃ હજું પણ ઘણા બધા પ્રવાસીઓ લાપતા

નવી દિલ્‍હીઃ લેબેનોન અને સીરિયાના પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં શરણ લેવા માટે જઇ રહેલા કુલ 150 મુસાફરોનું જહાજ  દનિયામાં ડૂબતા થવાથી ૮૬ ના મોત થયાનું જાણવા મળેલ છે તેમજ હજુ પણ ઘણા બધા પ્રવાસીઓ લાપતા છે. આ જહાજ ર૦ સપ્‍ટેમ્‍બરના રોજ લેબેનોનના ત્રિપોલી બંદર પાસે આવેલા મિનેહથી રવાના થયું હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ સીરિયા પાસે સમુદ્રમાં ગત 22 સપ્ટેમ્બરના રોજ એક જહાજ ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં લેબેનોન અને સીરિયાના કુલ 150 પ્રવાસી સવાર હતા. આ લોકોમાંથી 86 લોકોના ડૂબી જવાને કારણે મોત થયા હતા. આ તમામ લોકો પોતાનો દેશ છોડીને અન્ય દેશમાં શરણ લેવા માટે જઇ રહ્યા હતા. સીરિયાના આરોગ્ય મંત્રાલયે આ ઘટનાને અનુમોદન આપ્યું છે. અધિકારીઓના અનુસાર જહાજ 20 સપ્ટેમ્બરના રોજ લેબેનોનના ત્રિપોલી બંદર પાસે આવેલા મિનેહથી રવાના થયું હતું. અહીંથી જ તમામ પ્રવાસી જહાજ પર સવાર હતા. જહાજ 22 સપ્ટેમ્બરના રોજ ડૂબી ગયું હતું અને તેમાં સવાર 86 લોકોના મોતની પુષ્ટિ થઇ ગઇ છે. હજું પણ ઘણા બધા પ્રવાસીઓ લાપતા હોવાનું કહેવાઇ રહ્યું છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.

સીરિયન આરોગ્ય મંત્રાલયના અનુસાર મૃતકોનાં સગા-સંબંધીઓ પોતાના સગાની ઓળખ કરવા માટે સીરિયા આવી રહ્યા છે. લેબેનોનથી નીકળેલી બોટ ડૂબી જવાનો આ વર્ષે બીજો બનાવ બન્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં લેબેનોનથી રવાના થયેલી બોટમાં ઘણાં લોકો સવાર થયા હતા અને તે બોટ ડૂબી ગઇ હતી. જે ઘટનામાં એક બાળકનું મોત થયું હતું અને 40 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પિૃમ એશિયન દેશ લેબેનોનમાં હાલ ભીષણ આર્થિક સંકટ ચાલી રહ્યું છે. દેશનું અર્થતંત્ર કથળી ગયું છે. જે કારણે દેશના લોકો ત્યાંથી બીજા દેશોમાં ગેરકાયગે રીતે શરણ લેવા જઇ રહ્યા છે. લેબેનોનમાં છેલ્લા બે વર્ષમાં આર્થિક સંકટને કારણે પરિસ્થિતિ બગડી છે. તે બાદ ઘણાં લોકો સમુદ્રના રસ્તે યૂરોપ તરફ જઇ રહ્યા છે. એટલું જ નહીં દેશના અનેક વિસ્તારોમાં પ્રદર્શનો પણ શરુ થયા છે.

(11:47 am IST)