Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

તમિલનાડુમાં વધુ એક RSS સભ્યના ઘર પર હુમલો :3 પેટ્રોલ બોમ્બ ફેંકીને હુમલાખોર ફરાર

ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે જાનમાલને કોઈ નુકસાન થયું નથી.: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

તમિલનાડુના મદુરાઈના પટ્ટનદી વિસ્તારમાં શનિવારે સાંજે એક અજાણ્યા વ્યક્તિએ આરએસએસના એક સભ્યના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો અને પછી ખૂબ જ સરળતાથી નાસી છૂટ્યો. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જે બતાવે છે કે હુમલો સાંજે 7:38 વાગ્યે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, મદુરાઈમાં આરએસએસ સભ્યના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના પર, સહાયક પોલીસ કમિશનર ષણમુગમે કહ્યું, "ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ." આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે જાનમાલને કોઈ નુકસાન થયું નથી.

  ઘટનાના સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ કૃષ્ણન નામના આ આરએસએસ સભ્યના ઘર તરફ ભાગતો દેખાઈ રહ્યો છે. આ પછી, તેણે ઘરની અંદર એક પછી એક ત્રણ પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને પછી ભાગી ગયો.

(1:05 am IST)