Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ઝૂલન ગોસ્વામીને ઇંગ્લેન્ડ દ્વારા અપાયું ખાસ સન્માન :લોર્ડ્ઝમાં મળ્યું ‘ગાર્ડ ઓફ ઓનર’

ઝુલન ગોસ્વામી તેના કરિયરની રમે છે છેલ્લી મેચ :બેટિંગ કરવા ઉતરી ત્યારે આખા સ્ટેડિયમે તેનું જોરદાર સ્વાગત કર્યું.

મુંબઈ :મહિલા ક્રિકેટની દુનિયાની સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક ભારતની ઝુલન ગોસ્વામી શનિવારે પોતાના કરિયરની છેલ્લી મેચ રમી રહી છે. આ જમણા હાથની ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડમાં ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર આ મેચ રમી રહી છે. આ મેચ બાદ ઝુલન ગોસ્વામી ફરી ક્યારેય ખેલાડી તરીકે મેદાન પર જોવા નહીં મળે. આ મેચમાં ઝુલન જ્યારે બેટિંગ કરવા માટે આવી તો ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની સાથે આખા સ્ટેડિયમે તેનું ખાસ સ્વાગત કર્યું. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી હતી.

ભારતીય મહિલાટીમના બેટર લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહોતા, તો ઝુલનની બેટિંગ પણ આવી અને તે 40મી ઓવરમાં બેટ પકડીને મેદાન પર પેડ બાંધીને નીચે આવી. આ મેચમાં ભારતીય ટીમ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઝુલન મેદાન પર ઉતરતાની સાથે જ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ટીમના ખેલાડીઓ જમણી અને ડાબી બાજુએ લાઇનમાં હતા. અને ઝુલન મેદાનમાં આવતાં જ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું. ખેલાડીઓ ઉપરાંત સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ પણ તાળીઓના ગડગડાટથી ઝુલનનું સ્વાગત કર્યું હતું. તેણે મેદાન પર પગ મૂકતાની સાથે જ આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજવા લાગ્યું હતું

ઝુલન તેની છેલ્લી ODI માં ખાતું ખોલાવી શકી ન હતી અને તે પહેલા જ બોલ પર બોલ્ડ થઈ ગઈ હતી. ફ્રેયા કેમ્પે તેને બોલ્ડ કરી હતી અને આ સાથે જ ઝુલનની વનડે કારકિર્દીનો અંત બેટિંગમાં સારો રહ્યો નહીં. ઝુલને તેની કારકિર્દીમાં 204 વનડે રમી છે અને 1228 રન બનાવ્યા છે. તેના નામે એક ફિફ્ટી પણ છે. ઝુલને ભારત માટે 12 ટેસ્ટ મેચ પણ રમી છે અને 44 વિકેટ લેવામાં સફળ રહી છે. તેણે ભારત માટે 68 વનડેમાં 56 વિકેટ લીધી છે.

(10:04 pm IST)