Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાહુલ ગાંધીના ઈશારે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહના પાંચ મંત્રીઓને પડતા મૂકાશે

પંજાબ કેબિનેટના ગઠનમાં રાહુલની મહત્વની ભૂમિકા : મુખ્યમંત્રી ચરણજીત ચન્નીને કોંગ્રેસ હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા, રાહુલ ગાંધીના નિવાસ સ્થાને બેઠક યોજાઈ

નવી દિલ્હી, તા.૨૫ : પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્નીની નવી કેબિનેટમાં કયા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે તે નક્કી થઈ ગયુ છે. જેમાં રાહુલ ગાંધીની મહત્વની ભૂમિકા રહી છે.

ચન્નીએ દિલ્હીની મુલાકાત લીધી અને પંજાબ પાછા ફર્યા તેના ગણતરીના કલાકોમાં હાઈકમાન્ડે ફરી ચર્ચા કરવા માટે ચન્નીને દિલ્હી બોલાવ્યા હતા. વખતે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ અજય માકન અને હરિશ રાવત હાજર રહ્યા હતા.

સૂત્રોનુ કહેવુ છે કે, કેબિનેટમાં કયા મંત્રીઓને સામલે કરવા તે નક્કી થયુ છે અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહની નિકટના મંત્રીઓના પત્તા કપાઈ ગયા છે. અગાઉ અમરિન્દરની કેબિનેટમાં સામેલ પાંચ મંત્રીઓને બહારનો રસ્તો દેખાડી દેવાયો છે.

આમ અમરિન્દરના નજીકના ગણાતા મંત્રીઓનુ પત્તુ રાહુલ ગાંધીના ઈશારે કાપી નાંખવામાં આવ્યુ છે. જેના પગલે પંજાબમાં કોંગ્રેસમાં આગામી દિવસોમાં વધારે ટકરાવ જોવા મળે તેવી શક્યતા છે. પંજાબ કેબિનેટનુ આવતીકાલે વિસ્તરણ થાય તેવી શક્યતા છે. માટે મુખ્યમંત્રી ચન્ની રાજ્યપાલને મળી ચુકયા છે.

(7:09 pm IST)