Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અફઘાનિસ્તાન : હેરાત પ્રાંતમાં ચાર કથિત અપહરણકારોના મૃતદેહોને તાલિબાને જાહેરમાં લટકાવી દીધા : તાલિબાન આતંકીઓની ક્રૂરતા ફરી સામે આવી

હેરાત : અફઘાનિસ્તાન ના હેરાત પ્રાંતમાં ચાર કથિત અપહરણકારોના મૃતદેહોને તાલિબાને જાહેરમાં લટકાવી દીધા હતા. આ સાથે તાલિબાન આતંકીઓની ક્રૂરતા ફરી એકવાર વિશ્વ સામે આવી છે.

હેરાતમાં તાલિબાનના ઇસ્લામિક અમીરાતના અધિકારીઓએ જણાવ્યું કે આ લોકોએ પ્રાંતના દરબલ્માક વિસ્તારમાંથી એક પુત્ર અને પિતાનું અપહરણ કર્યું હતું.

હેરત માટે તાલિબાનના ડેપ્યુટી ગવર્નર મૌલવી શિરહમાદ અમ્મારે કહ્યું હતું કે કથિત અપહરણકારો તાલિબાન દળો સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. તેમના મૃતદેહોને, બહાર ચોક વચ્ચે તેમના ગળામાં પહેરાવેલ પ્લેકાર્ડ સાથે લટકાવવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું: "જે કોઈ અપહરણ કરશે, તેને આ સજા મળશે".

(5:55 pm IST)