Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ભારતના પૂર્વ ભાગમાં ‘ગુલાબ’ વાવાઝોડાનો ખતરોઃ પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ હાઇ એલર્ટઃ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની ચેતવણી બાદ પોલીસ સ્ટેશન દ્વારા કંટ્રોલ રમૂ શરૂઃ દરિયા કિનારે હાઇ એલર્ટ

ભારતનાં પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, આગામી કલાકોમાં ચક્રવાત ગુલાબ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે જે માટે અલર્ટ આપી દેવામાં આવ્યું છે.

વધુ એક વાવાઝોડાનો ખતરો! તાઉતે અને યાસ બાદ હવે ગુલાબ આવ્યું?

દેશનાં પૂર્વ ભાગમાં વધુ એક વાવાઝોડાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાનાં કારણે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે,

આ સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે નવા વાવાઝોડાનો ખતરો છે તે ગુલાબ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે અને જૉ આ પ્રેશર વાવાઝોડામાં ફેરવાય તો સીધું જ ઓડિશા અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે.

અતિભારે વરસાદની આગાહી દરિયામાં થઈ રહેલ આ ઘટનાને જોતાં કોલકાતા, મિદનાપુર, 24 પરગણા સહિત આખા બંગાળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમામ પોલીસ સ્ટેશન અને દરિયા કિનારા હાઇ અલર્ટ પર IMDએ અલર્ટ આપતા કોલકાતા પોલીસે કંટ્રોલ રૂમ શરૂ કરી દીધું છે અને બધા જ પોલીસ સ્ટેશનને હાઇ અલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા અને બંગાળનાં દરિયા કિનારા પર અલર્ટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શનિવારે જ આ રાજ્યોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 કલાક ખૂબ જ 'ભારે' નોંધનીય છે કે શનિવારે સવારે પ્રેશર ગોપાલપુરથી 510 કિમી દૂર કેન્દ્રીત હતો. IMDએ કહ્યું કે આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાન તેજ થઈ જાય તેવી સંભાવના છે અને તે પશ્ચિમ તરફ આગળ વધશે.

(4:10 pm IST)