Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

વૈજ્ઞાનિકો બોલ્યા - ક્યારેક રહ્યું હશે મંગળ ગ્રહ પર પાણી, હવે તરલ રૂપમાં હાજર નહીં

નવું રિસર્ચ ; લાલ ગ્રહ પર પાણીની ઉમ્મીદ કરી રહેલી ટીમોને ઝાટકો

વોશિંગટન તા ૨૫, મંગળ ગ્રહ પર પાણીને લઇ છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. કેટલીક શોધમાં એવા સંકેત પણ આપવામાં આવ્યા છે કે મંગલ પર આયન ( એક પ્રકારનો અણુ)માં પાણી હોય શકે છે. પરંતુ વોશિંગટન યુનિવર્સીટીના નવા રિસર્ચ મુજબ મંગળ પર હાલમાં તો પાણી તરલ રૂપમા હાજર નથી.

 આ રિસર્ચ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઇતિહાસમાં ક્યારેક મંગળ ઉપર પાણી રહ્યું હશે. પરંતુ વાયુમંડળ ખતમ થવાની સાથે જ પાણીનું મળવું કદાચ અસંભવ છે. આ વૈજ્ઞાનિકોએ પોટેશિયમના સ્થિર આઇસોટોપ, રિમોટ સેન્સિંગ અને કેમિકલ વિશ્લેષણની મદદ લીધી હતી. પાણી જેવા પદાર્થની મંગળથી ગાયબ થવાની ગતિ જોવા મળી.

 લાલ ગ્રહ પર જીવનનો અણસાર નહીં

 પ્રોફેસર વાંગે જણાવ્યું કે, મંગળ ઉપર ક્યારેક પૃથ્વીથી વધુ પાણી હોવાની વાત ઉપર અમને વિશ્વાસ નથી હોતો. મંગળ ગ્રહ વધુ માત્રામાં પાણી તેમની સપાટી પર જાળવી રાખવા માટે ઘણો નાનો છે. તેવામાં ત્યાં એલિયનની હાજરીનો વધુ અણસાર નથી. 

(3:01 pm IST)