Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

દિલ્હી : વિખ્યાત લેખિકા - સામાજિક કાર્યકર્તા કમલા ભસીનનું 75 વર્ષની વયે નિધન : સવારે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા : ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા

દિલ્હી : વિખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા કમલા ભસીનનું શનિવારે 75 વર્ષની વયે નિધન થયું. તેઓ ઘણા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભસિને વહેલી સવારે 3 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. કમલા ભસીનના નિધનથી સામાજિક કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

તમને જણાવી દઈએ કે ભસીન ભારત અને અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં મહિલા આંદોલનમાં અગ્રણી અવાજ રહ્યા છે. અનેક સામાજિક સંગઠનોએ જણાવ્યું હતું કે કમલા ભસીનના મૃત્યુથી મહિલા આંદોલન સહિત તમામ જન આંદોલનોને ન ભરવાપાત્ર નુકસાન થયું છે.

(2:39 pm IST)