Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

હવે તારીખ પર તારીખ નહીં મળે :સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં વારંવાર સુનાવણી ટાળવા પર રોક લગાવી દીધી

સુનાવણી ટાળી દેવાની કોઈ પણ અરજીને સ્વીકાર નહીં કરવા નિર્દેશ :હવે કોર્ટ નિયમિત રૂપે મામલા પર સુનાવણી નહીં ટાળે

નવી દિલ્હી :ભારતની અદાલતોમાં આજની તારીખમાં પણ કરોડો કેસ પેન્ડિંગ પડ્યા છે, દેશભરની અદાલતમાં અનેક કેસ એવા છે જેનામાં ચુકાદો આવતા આવતા વર્ષોનાં વર્ષો વીતી જાય છે ત્યારે આ ટ્રેન્ડ બદલવા માટે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે.
ભારતમાં અદાલત માટે એક ડાયલોગ ખૂબ જ પ્રખ્યાત છે, તારીખ પે તારીખ. એવામાં આ નીતિ દેશમાં બદલાય તે માટે સુપ્રીમ કોર્ટે એક મોટા આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોટમાં વારંવાર સુનાવણી ટાળવા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સુનાવણી ટાળી દેવાની કોઈ પણ અરજીને સ્વીકાર કરશો નહીં.

  મધ્ય પ્રદેશનાં એક કેસમાં ચાર વર્ષોનો વિલંબ કરવામાં આવીપ જેમા 10 વાર તો સુનાવણી ટાળી દેવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટનાં એમ આર શાહ અને એએસ બોપન્નાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ કલ્ચરને બદલવામાં આવે. કોર્ટે કહ્યું કે વારંવાર કોર્ટને સ્થગિત કરવાથી કાયાદકીય કાર્યવાહી ખૂબ જ ધીમી થઈ જાય છે. એવામાં હવે લોકોને કાયદામાં વિશ્વાસ રહે તે માટે કામ કરવાની જરૂર છે.

(12:33 pm IST)