Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સી-૧૩૦ એરક્રાફટ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી ઉપર લેન્ડ થયું

સીમાચિન્હ રૂપ સિધ્ધી તાલીમ અને પરિચાલન સૈન્ય ઉડ્ડયન બંને પ્રકારે એરફિલ્ડ ના ઉપયોગ માટે લાંબાગાળે લાભદાયી પુરવાર થશે

રાજકોટ તા. ૨૫ : રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA) એક આઇકોનિક સંસ્થા છે અને સૈન્ય શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાની વૈશ્વિક બ્રાન્ડ છે. NDA પાસે સંપૂર્ણપણે વિકસિત એરફિલ્ડ છે જયાં વાયુસેનાના કેડેટ્સ સુપર ડીનોમા એરક્રાફટમાં તાલીમ મેળવે છે. આ એરફિલ્ડનો ઉપયોગ Mi 17 1V મીડિયમ લિફટ હેલિકોપ્ટર, ચેતક અને સૈન્યના ALHની નિયમિત તાલીમ અને તેના પરિચાલન મિશન માટે પણ કરવામાં આવે છે. એરફિલ્ડના પરિચાલનના પરિઘમાં વધારો કરીને પરિવહન વિમાનો માટે પણ તેનો ઉપયોગ શરૂ કરવા માટે ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમની ખાતે C-130 એરક્રાફટના પાઇલટ્સ દ્વારા પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેકઓફ સાથે, આ એરફિલ્ડને ભારતીય વાયુસેનાના અગ્રહરોળના પરિવહન વિમાનો દ્વારા હવાઇ કામગીરીઓ હાથ ધરવા માટે સક્ષમ એરફિલ્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ સીમાચિહનરૂપ સિદ્ઘિ તાલીમ અને પરિચાલન સૈન્ય ઉડ્ડયન બંને પ્રકારે એરફિલ્ડના ઉપયોગ માટે લાંબાગાળે લાભદાયી પુરવાર થશે.

(11:42 am IST)