Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઉના તાલુકાના ૩૦ થી વધુ માછીમારોને જેલમાંથી છોડાવવા રાષ્ટ્રપતિને રૂબરૂ રજુઆત

(નવીન જોષી દ્વારા) ઉના,તા.૨૫ : યુવા નેતા રસિકભાઇ ચાવડાએ મહા મહિમ રાષ્ટ્રપતિની દિલ્હીમાં મુલાકાત લઇ ઉના તાલુકાનાં પાકિસ્તાનની જેલમાં કેદ ૩૦૦ થી વધુ માછીમારોને મુકત કરવા રૂબરૂ રજુઆત કરી હતી. યુવા નેતા તથા અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસીકભાઇ ચાવડા તાજેતરમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે ગયેલા હતાં અને મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી સાથે શુભેચ્છા મુલાકાત કરેલા હતી અને જુના સ્મરણો તાજા કરેલ હતા અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તાર ઉના-કોડીનાર, ગીરગઢડા, સુત્રાપાડા, ધામબેક વિગેરે તાલુકાનાં ગામનાં ૩૦૦ થી વધુ માછીમારોને વર્ષોથી પાકિસ્તાન મરીન સીકયુરીટીવાળા અપહરણ કરી પાકિસ્તાન જેલમાં પુરેલ. છે. તેમના પરિવારોની સ્થિતી ખુબ દયનીય છે. તો તે તમામને વહેલી તકે પાકિસ્તાનની જેલમાંથી મુકત કરવી અને પરિવાર સાથે મુલાકાત કરાવે અને દિવાળી પહેલા વતન આવી પરિવાર સાથે તહેવાર ઉજવી શકે.

(11:42 am IST)