Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સુપ્રીમ કોર્ટના સત્તાવાર ઇમેઇલમાંથી પી.એમ.મોદી નો ફોટો અને સ્લોગન હટાવો : ન્યાયતંત્રની કામગીરીને પી.એમ.મોદીના ફોટા કે સ્લોગન સાથે કોઈ નિસ્બત નથી : ઇમેઇલમાં મોદીના ફોટાને બદલે સુપ્રીમ કોર્ટનો ફોટો મુકો : ઇમેઇલ સેવાઓ પુરી પાડતા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ને નામદાર કોર્ટના આદેશ બાદ ફોટો તથા સ્લોગન દૂર કરવાની ફરજ પડી

ન્યુદિલ્હી : સર્વોચ્ચ અદાલતને ઇમેઇલ સેવાઓ પુરી પાડતા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ને સુપ્રીમ કોર્ટના સત્તાવાર ઇમેઇલમાંથી પી.એમ.મોદી નો ફોટો અને સ્લોગન દૂર કરવાની નામદાર કોર્ટે સૂચના આપી હતી. તથા જણાવ્યું હતું કે ન્યાયતંત્રની કામગીરીને પી.એમ.મોદીના ફોટા કે સ્લોગન સાથે કોઈ નિસ્બત નથી . તેમજ ઇમેઇલમાં મોદીના ફોટાને બદલે સુપ્રીમ કોર્ટનો ફોટો મુકવાની સૂચના આપી હતી. ઉપરોક્ત આદેશ બાદ (NIC) ને સુપ્રીમ કોર્ટના સત્તાવાર ઈમેઈલમાં ફૂટનોટ તરીકે દર્શાવતા પી.એમ.મોદીનો ફોટો  અને સ્લોગન હટાવવાની ફરજ પડી હતી.

ભારતની સર્વોચ્ચ અદાલતના સત્તાવાર ઈમેઈલમાં શુક્રવારે કેન્દ્ર સરકારની જાહેરાતનું બેનર જોવા મળ્યું  હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો તથા સ્લોગન હતા. જે દૂર કરવાની કોર્ટે સૂચના આપતા આ ફૂટનોટ દૂર કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને ગઈકાલે જાણ કરવામાં આવી હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતના સત્તાવાર ઇમેઇલ્સમાં તેમના ફૂટર તરીકેની છબી છે કે જેને  ન્યાયતંત્રની કામગીરી સાથે કોઇ સંબંધ નથી.

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ બાબતે  નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) ને સૂચના આપી હતી.જે સર્વોચ્ચ અદાલતને ઇમેઇલ સેવાઓ પૂરી પાડે છે, અને સુપ્રીમ કોર્ટમાંથી મોકલવામાં આવતા  ઇમેઇલના ફૂટરમાંથી તે છબીને પડતી મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.તથા  તેના બદલે સુપ્રીમ કોર્ટના ફોટોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું.જેનો તાત્કાલિક અમલ કરાયો હતો તેવું લીફલેટ  દ્વારા જાણવા મળે છે.

(11:33 am IST)