Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઓકટોબરમાં દેશમાં અલગ અલગ શહેરોમાં ૨૧ દિવસ બંધ રહેશે બેંક

ઓકટોબર મહિના દરમિયાન બીજી ઓકટોબરના રોજ ગાંધી જયંતિના દિવસે બેંક બંધ રહેશે : આ રજા આખા દેશમાં લાગુ પડશે

નવી દિલ્હી,તા.૨૫: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આખા વર્ષ દરમિયાન કયા શહેરમાં કયા દિવસે બેન્ક બંધ રહે છે તેની યાદી પ્રસિદ્ઘ કરે છે. ઓકટોબર મહિનામાં આવતી બેંક રજાઓ પર નજર કરીએ તો અનેક દિવસો એવા છે જયારે બેંક બંધ રહેશે. કેલેન્ડર પર નજર કરીએ તો ઓકટોબર મહિનામાં બેંક અલગ અલગ શહેરમાં ૨૧ દિવસ સુધી બંધ રહેશે. આ રજાઓમાં બીજો અને ચોથો શનિવાર તેમજ તમામ રવિવારની રજા સામેલ છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવતી યાદી રાજય પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે કોઈ દિવસે એક રાજયમાં જે તે દિવસે રજા હોય તો બીજા રાજયમાં એ દિવસ બેંકો ચાલુ હોય તેવું પણ બની શકે છે.

ઓકટોબર મહિના દરમિયાન બીજી ઓકટોબરના રોજ ગાંધી જંયતિના દિવસ બેંક બંધ રહેશે. આ રજા આખા દેશમાં લાગૂ પડશે. આવી જ બીજી એક રજા ૧૫મી ઓકટોબરના રોજ આવી રહી છે. આ દિવસે દુર્ગા પૂજા/દશેરા/ વિજયા દશમી છે. આ દિવસે ઇમ્ફાલ અને શિમલા સિવાયની તમામ બેંકોમાં રજા રહેશે.

આગામી મહિના આટલી બધી રજા આવી રહી છે ત્યારે બેંકના ગ્રાહક તરીકે તમારે એ જાણી લેવું જરૂરી બને છે કે કયા દિવસે બેંક બંધ રહેશે. એટલે કે કઈ રજા તમારા શહેર કે રાજયને લાગૂ પડશે.

  • ઓકટોબરમાં આવતી બેેંક રજા

૧) ઓકટોબર ૧ - હાફ યરલી કલોજિંગ ઓફ બેંક એકાઉન્ટ (ગંગટોક)

૨) ઓકટોબર ૨ - મહાત્મા ગાંધી જયંતિ (તમામ રાજય)

૩) ઓકટોબર ૩ - રવિવાર

૪) ઓકટોબર ૬ - મહાલય અમાવસ્ય (અગરતલા, બેંગલુરુ, કોલકાતા)

૫) ઓકટોબર ૭ - Mera Chaoren Houba (ઇમ્ફાલ)

૬) ઓકટોબર ૯ - બીજો શનિવાર

૭) ઓકટોબર ૧૦ - Sunday

૮) ઓકટોબર ૧૨ - દુર્ગા પૂજા (મહા સપ્તમી) / (અગરતલા, કોલકાતા)

૯) ઓકટોબર ૧૩ - દુર્ગા પૂજા (મહા અષ્ટમી) (અગરતલા, ભુવનેશ્વર, ગેંગટોક, ગૌહાટી, ઇમ્ફાલ, કોલકાતા, પટના, રાંચી)

૧૦) ઓકટોબર ૧૪ - દુર્ગા પૂજા/દશેરા /(મહા નવમી/અયુથા પૂજા (અગરતલા, બેંગલુરુ, ચેન્નાઈ ગંગટોક, ગૌહાટી, કાનપુર, કોચી, કોલકાતા, લખનઉ, પટના, રાંચી, શિલોંગ, શ્રીનગર, થિરુવનંતપુરમ)

૧૧) ઓકટોબર ૧૫ - દુર્ગા પૂજા/દશેરા/વિજયા દશમી ( ઇમ્ફાલ, શિમલાને બાદ કરતા બધી બેંક)

૧૨) ઓકટોબર ૧૬ - દુર્ગા પૂજા (ગંગટોક)

૧૩) ઓકટોબર ૧૭ - રવિવાર

૧૪) ઓકટોબર ૧૮ – કટી બિહુ (ગૌહાટી)

૧૫) ઓકટોબર ૧૯ - ઇદ મિલાદ (અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કાનપુર, કોચી, લખનઉ, મુંબઈ, નાગપુર, ની દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર, થિરુવનંતપુરમ)

૧૬) ઓકટોબર ૨૦ - મહર્ષી વાલ્મિકી જયંતી/લક્ષ્મી પૂજા/ઇદ-મિલાદ (અગરતલા, બેંગલુરુ, ચંદીગઢ, કોલકાતા, શિમલા)

૧૭) ઓકટોબર ૨૨ - શુક્રવાર Eid-i-Milad-ul-Nabi (જમ્મુ, શ્રીનગર)

૧૮) ઓકટોબર ૨૩ - ચોથો શનિવાર

૧૯) ઓકટોબર ૨૪ - રવિવાર

૨૦) ઓકટોબર ૨૬ - Accession Day (જમ્મુ, શ્રીનગર)

૨૧) ઓકટોબર ૩૧ - રવિવાર

  • (RBIની ઓફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી)

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બેંક રજા ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ

(10:19 am IST)