Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ભારતની UNSCમાં સ્થાયી સીટ હોવી જોઈએઃ જો બાઈડેન

પીએમ મોદી અને બાઈડેન વચ્ચે બેઠકમાં પાકિસ્તાનનું પણ નામ આવ્યું અને આતંકીઓને સંરક્ષણ આપવા પર નિશાન પણ સાધવામાં આવ્યું

વોશિંગ્ટન,તા.૨૫ અમેરિકી પ્રવાસ પર ગયેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત  કરી અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ દ્વારા પાકિસ્તાનમાં આતંકી સમૂહોની હાજરીનો સ્વીકાર કર્યાના એક દિવસ બાદ ભારત અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા પર ચિંતા વ્યકત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક પર બોલતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે બેઠકમાં પાકિસ્તાનનું પણ નામ આવ્યું અને આતંકીઓને સંરક્ષણ આપવા પર નિશાન પણ સાધવામાં આવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ  જો બાઈડેન  વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક તથા હિન્દ પ્રશાંત ક્ષેત્રને લઈને સ્થાપિત કવાડની શિખર બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ, કટ્ટરવાદ અને આતંકવાદ તથા પાકિસ્તાનની ભૂમિકાને લઈને ગંભીરતાથી વિચાર વિમર્શ કરવામાં આવ્યો. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પણ સ્વીકાર્યું કે અફઘાનિસ્તાનમાં વર્તમાન સરકાર સમાવેશી નથી. અલ્પસંખ્યકો અને મહિલાઓની ભાગીદારી પણ નથી. માનવાધિકારો સંલગ્ન મુદ્દા છે. આથી આ વાસ્તવમાં લોકતંત્ર માની શકાય નહીં.

કવાડ બેઠક બાદ વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ મીડિયાને આપેલી વિસ્તૃત માહિતીમાં જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી સીટ હોવી જોઈએ. તેમણે કહ્યું કે UNSC માં ભારતની અધ્યક્ષતા ખાસ કરીને અફઘાનિસ્તાન મુદ્દે ભારતની કામગારીની પ્રશંસા કરી. બાઈડેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતની સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સીટ હોવી જોઈએ.

શ્રૃંગલાએ કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેને તાલિબાન સાથે એ સુનિશ્ચિત કરવાનું આહ્વાન કર્યું કે અફદ્યાન ક્ષેત્રનો ઉપયોગ કોઈ પણ આતંકવાદી સમૂહોને શરણ આપવા કે તાલિમ આપવા કે પછી કોઈ દેશને ધમકી આપવા અને હુમલો કરવા માટે થવો ન જોઈએ. તેમણે કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની ભૂમિકાને લઈને પણ કવાડ દેશોમાં એક મત હતો કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન પોતાને જે રીતે રજુ કરી રહ્યું છે તેને ખુબ સાવધાનીથી જોવાની જરૂર છે. તેમણે કહ્યું કે કવાડની બેઠકમાં અફઘાનિસ્તાનને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ ૨૫૯૩ ને લાગુ કરવા ઉપર પણ ચર્ચા થઈ. જેમાં કહેવાયું છે કે અફદ્યાનિસ્તાનની ધરતીથી કોઈ અન્ય દેશ પર હુમલો કરવા કે તેનું ષડયંત્ર રચવાની મંજૂરી ન આપવાની વાત કરાઈ છે.

વિદેશ સચિવના જણાવ્યાં મુજબ બીજો મહત્વપૂર્ણ મુદ્દો કોવિડની રસીને લઈને હતો. કવાડની ભલામણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જહોન્સન એન્ડ જહોન્સનના ૮૦ લાખ ડોઝ ભારતમાં બનાવશે અને તે આગામી મહિના સુધીમાં તૈયાર થઈ જશે. તથા તેની નિકાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે બંને બેઠકોમાં ભારતની રસી પહેલ અને નિકાસ ખોલવાની જાહેરાત ખુબ બિરદાવવામાં આવી. ભારતીય રસી ગુણવત્ત્।ાપૂર્ણ હોવાની સાથે સાથે સસ્તી છે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પર બોલતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું. પીએમ મોદી અને બાઈડેન વચ્ચે બેઠકમાં પાકિસ્તાનનું નામ પણ આવ્યું અને આતંકીઓને સંરક્ષણ આપવા બદલ નિશાન પણ સાધવામાં આવ્યું.

પીએમ મોદીએ બાઈડેનનો આભાર માન્યો

પીએમ મોદીએ કહ્યું કે પહેલી ફિઝિકલ કવાડ સમિત ઐતિહાસિક પહેલ માટે રાષ્ટ્રપતિ જો બાઈડેનનો ખુબ ખુબ આભાર, આપણે ૨૦૦૪ ની સુનામી બાદ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની મદદ માટે એક સાથે આવ્યા હતા. આજે જયારે વિશ્વ કોવિડ મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે એકવાર ફરીથી કવાડના સ્વરૂપમાં એક સાથે મળીને માનવતાના હિતમાં લાગ્યા છીએ.

(10:17 am IST)