Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

આતંકવાદ પર આપી શકે છે કડક સંદેશ

ન્યુયોર્ક પહોંચ્યા પીએમ મોદી : આજે UNGAની મિટિંગમાં લેશે ભાગ

ન્યુયોર્ક,તો ૨૫: પીએમ નરેન્દ્રભાઇ મોદી આજે ન્યુયોર્ક પહોંચી ગયા છે. જયાં તેઓ UNGAના ૭૬માં સત્રને સંબોધિત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન સાથે બેઠક કરવા અને કવાડ (QUAD) સમિટમાં ભાગ લીધા પછી પીએમ મોદી વોશિંગટનથી ન્યુયોર્ક નીકળ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિન્દમ બાગચીએ ટ્વીટ કરી પીએમ મોદી અમેરિકા યાત્રાના આગામી સ્ટોપ વિશે માહિતી આપી.

અરિંદમ બાગચીએ પોતાના ટ્વિટમાં લખ્યું, આભાર વોશિંગ્ટન! અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે ઐતિહાસિક કવાડ લીડર્સ સમિટ અને દ્વિપક્ષીય વાટાદ્યાટો બાદ પીએમ નરેન્દ્ર મોદી તેમની મુલાકાતના આગલા તબક્કા માટે ન્યૂયોર્ક જવા રવાના થયા છે. ન્યૂયોર્ક પહોંચ્યા બાદ ટ્વિટ કરીને વડાપ્રધાને કહ્યું, 'આજે ન્યૂયોર્ક શહેરમાં ઉતર્યા. હું ભારતીય સમય અનુસાર સાંજે ૬:૩૦ વાગ્યે UNGA ને સંબોધિત કરીશ.

UNGA માં ભાષણ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપેલા નિવેદનનો જવાબ આપવા માટે ભારત તેની સત્ત્।ાનો ઉપયોગ કરશે. ઈમરાન ખાને સંયુકત રાષ્ટ્ર મહાસભાને વર્ચ્યુઅલ રીતે સંબોધતી વખતે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઈચ્છે છે અને દક્ષિણ એશિયામાં કાયમી શાંતિ જમ્મુ -કાશ્મીર વિવાદના ઉકેલ પર નિર્ભર છે.

(10:16 am IST)