Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

'જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ અમારા હતા, છે અને રહેશે' : યુએનમાં ઇમરાનના જુઠ્ઠાણાનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ

વોશિંગટન : કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને આપેલા નિવેદનનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ -કાશ્મીર અને લદ્દાખ ભારતનો જ ભાગ છે. આ સાથે જ ભારતે ફરી એક વખત પાકિસ્તાનને આતંકવાદનો સમર્થક હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

ભારતે કહ્યું કે આતંકવાદીઓને આશ્રય આપવો, મદદ કરવી અને ટેકો આપવો એ પાકિસ્તાનના ઇતિહાસ અને નીતિઓમાંનું એક છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં સામેલ કાશ્મીરનો ભાગ પણ ભારતનો જ ભાગ છે. ભારતે યુએનમાં કહ્યું કે જમ્મુ -કાશ્મીર અને લદ્દાખ "ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે".

 

(9:33 am IST)