Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

UPSCની પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ ઇતિહાસ રચ્યો : દેશભરમાં 8મુ સ્થાન મેળવ્યું

ઘણા વર્ષો બાદ ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યો

સુરત :  કાર્તિક જીવાણીએ UPSCની પરીક્ષામાં આ વખતે દેશભરમાં આઠમો રેન્ક પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. ઘણા વર્ષો બાદ ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યો છે. કાર્તિક જીવાણીએ તમામ તૈયારી સુરતથી કરી હતી દિલ્હીના તમામ યુપીએસસીના ઓનલાઇન ક્લાસીસને તે સુરતથી જ જોતો હતો અને તેના આધારે તૈયારીઓ કરતો હતો. ધોરણ 12 સુધીનો અભ્યાસ તેણે સુરતમાં કર્યો હતો અને ત્યારબાદ તે કોલેજ મુંબઈ ખાતે IIT એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો

કાર્તિક જીવાણી એ 2019માં UPSCની પરીક્ષા પાસ કરી હતી જેમાં તે 94મા ક્રમે આવ્યો હતો. ત્યારબાદ ફરી તેણે પરીક્ષા આપી હતી. વર્ષ 2020માં તે 84માં ક્રમે આવ્યો હતો.અને બંને વખતે માત્ર એક માર્ક માટે તે IAS થતાં રહી ગયો હતો

(12:18 am IST)