Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ઇન્દોરમાં આર્મી વોર કોલેજમાં કોરોના વિસ્ફોટ : 30 ઓફિસરો સંક્રમિત : કોલેજને સંપૂર્ણ બંધ કરાઈ

પ્રોટોકોલ મુજબ ટ્રેનિંગમાંથી પરત ફરેલા 115 ઓફિસરોને ક્વોરેન્ટાઇનમાં: ઇન્દોર જિલ્લામાં કોરોનાના કુલ 32 કેસો નોંધાયા તેમાથી ૩૦ કેસ આર્મી ઓફિસર કોલેજનાછે

ભોપાલઃ ઇન્દોરમાં એમહાઉ ખાતેની આર્મી વોર કોલેજના કમસેકમ 30 ઓફિસરોને કોરોના થતાં આ પ્રતિષ્ઠિત કોલેજને સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટડી ગૂ્રપના ભાગરૃપે તેઓ તાજેતરમાં હાયર કમાન્ડ સ્ટડી કોર્સમાંથી પરત ફર્યા હતા. એમહાઉ કેન્ટોનમેન્ટ ઇન્દોરથી ૨૫. કિ.મી. દૂર છે.

કમાન્ડન્ટ એડમિનિસ્ટ્રેશન એકે મોહંતીએ જણાવ્યું હતું કે કુલ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમાથી 30 ઓફિસરો પોઝિટિવ આવ્યા હતા.બધા જ એન્ટ્રી અને એક્ઝિટને બંધ કરી દઈ કોલેજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. વધુ આદેશ મળે નહી ત્યાં સુધી આ પ્રતિબંધ જારી રહેશે.

આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા મોડેથી જારી કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં ઇન્દોર જિલ્લામાં કોરોનાના કુલ 32 કેસો નોંધાયા હોવાનું કહેવાયું છે. તેમાથી ૩૦ કેસ આર્મી ઓફિસર કોલેજના છે. તેઓના થયેલો કોરોના લક્ષણજન્ય છે, ગંભીર નથી. તેઓ પૂરેપૂરુ રસીકરણ પામેલા છે, એમ ચીફ અને મેડિકલ હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું. ઓફિસરે ગુરુવારે સાથે એમહાઉની મિલિટરી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

પ્રોટોકોલ મુજબ ટ્રેનિંગમાંથી પરત ફરેલા 115 ઓફિસરોને ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે. તેમના ૬૦ સેમ્પલ ઇન્દોરની વાઇરોલોજી લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. શુક્રવારે એમપીના ડિવિઝનલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે 30 મિલિટરી ઓફિસર વાઇરસ માટે પોઝિટિવ છે. આ સિવાય બીજા બે જણા ઇન્દોર શહેરમાં પોઝિટિવ છે.

(12:14 am IST)