Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

મોદીની છબી ખરડાવવા દિલ્હીમાં થયા'તા તોફાનો

એકાદ બે દિવસમાં મોટા માથાઓની ધરપકડ થશે

નવી દિલ્હી તા. રપ :.. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાની આગ એમને એમ ન હોતી લાગી, પણ મોદી સરકારની છબી ખરાબ કરવા માટે તેને સુનિયોજીત રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આ ષડયંત્રમાં દેશના પ્રખ્યાત રાજકારણીઓ, વકીલો અને સામાજીક કાર્યકર્તાઓના નામ સામે આવ્યા છે. એટલું જ નહીં ષડયંત્રને અંજામ આપવા માટે જેએનયુ અને જામીયા મિલીયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓને મહોરા બનાવીને નાગરીકતા સંશોધન કાનૂન ના વિરોધના નામે રર જગ્યાએ ધરણા પ્રદર્શનો પણ શરૂ કરાવાયા હતાં.

હાલમાં દાખલ કરાયેલ ચાર્જશીટ અનુસાર, સ્પેશ્યલ સેલને ષડયંત્રના પુરતા સબૂતો મળ્યા છે. તેમાં કેટલાક નેતાઓ વિરૂધ્ધ પણ સબૂત મળ્યા છે, જેમને તબકકા વાર ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે તો, ષડયંત્રમાં સામેલ કેટલાય સફેદ વસ્ત્રધારીઓના નામ અને મહત્વના પુરાવાઓ પુરક ચાર્જશીટમાં રાખવાની યોજના છે. સ્પેશ્યલ સેલના સુત્રો અનુસાર સીએએ બાબતે ડીસેમ્બરમાં ધરણા - પ્રદર્શન કરવાની જ યોજના હતી. ત્યાં ફેબ્રુઆરીમાં ટ્રમ્પના પ્રવાસની વાત સામે આવતા ડાબેરીઓ અને  અન્ય મોટા નેતાઓએ મોદી સરકારની છબી બગાડવા માટે દંગાઓ કરવાનું ષડયંત્ર ઘડી કાઢયું.

ચાર્જશીટમાં સ્પેશ્યલ સેલે કહયું છે કે બન્ને સમુદાઓમાં તંગદીલી વધારવા માટે આ નેતાઓએ ધરણા-પ્રદર્શનોમાં જઇને ભડકાઉ ભાષણો આપ્યા હતાં. સ્પેશ્યલ સેલે હજુ તો આમાંથી થોડાક નેતાઓની જ પુછપરછ કરી છે. સેલના સુત્રોનું માનીએ તો આ રમખાણોન ષડયંત્ર ના માસ્ટર માઇન્ડના નામો સામે આવ્યા છે. હવે એક એક કરીને તેમને નોટીસ મોકલીને પુછપરછ કરવામાં આવશે. તેમાં જેના વિરૂધ્ધ સાબીતીઓ મળશે તેને આરોપી બનાવીને ધરપકડ કરવામાં આવશે. ધરપકડ પછી તેમના વિરૂધ્ધ પુરક ચાર્જશીટ દાખલ કરાશે.

સ્પેશ્યલ સેલની તપાસમાં ફંડીંગના તાર ચીન સાથે જોડાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. સોશ્યલ સેલની તપાસમાં કેટલાય ડાબેરી સંગઠનો અને નેતાઓ રમખાણોના ષડયંત્રોમાં સામેલ હોવાની માહિતી મળી છે. સેલને શંકા છે કે તેમના દ્વારા રમખાણો માટેનું ફંડીંગ ચીનથી કરવામાં આવ્યું છે. સ્પેશ્યલ સેલ આ દિશામાં પણ તપાસ કરી રહ્યું છે. પોપ્યુલર ફંડ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)માંથી કરોડો રૂપિયાનું ફંડીંગ કરાવવાના પુરાવાઓ પહેલા જ મળી ચૂકયા છે.

અત્યાર સુધીમાં જે ર૧ આરોપીઓની ધરપકડ થઇ છે. તેમણે પોતાના બયાનમાં માકપાના મહાસચિવ સીતારામ યેચૂરી, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, સીનીયર વકીલ પ્રશાંત ભૂષણ, કોંગ્રેસના સીનીયર નેતા સલમાન ખુર્શીદ, સીપીઆઇએમએલ પોલીટ બ્યુરોના સભ્યો કવિતા કૃષ્ણન, વૃંદા કરાત, કોંગ્રેસી નેતા ઉદિત રાજ, ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર, અર્થશાસ્ત્રી જયોતિ ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને એકટીવીસ્ટ અપૂર્વાનંદ, કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મતીન અહમદ, આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, વકીલ મહમૂદ પ્રાચા, સ્ટુડન્ટ એકટીવીસ્ટ કંવલ પ્રીત કૌર, વૈજ્ઞાનિક ગૌહર રાજા, ભીમ આર્મીના સભ્ય હિમાંશુ અને ચંદન વગેરેના નામોનો ઉલ્લેખ કર્યો છે. 

(11:34 am IST)