Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઇસરોની મોટી ઉપલબ્ધિ

૬ મહિના કાર્યરત રહેવાને બદલે ભારતનું મંગળયાન સતત પ વર્ષથી વિગતો મોકલે છે

બેંગ્લોરઃ ચંદ્રના દક્ષિણ ધ્રૃવ પર ચંદ્રયાન-રના લેન્ડર વિક્રમના સોફટ લેન્ડીંગમાં આવેલી ટેકનીકલ મુશ્કેલીઓની ચર્ચા વચ્ચે મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં પરિક્રમા કરી રહેલ દેશના પહેલા આંતરરાષ્ટ્રીય મિશન મંગળયાને પાંચ વર્ષ પુરા કર્યા છે. ઇસરોએ વિશ્વના આ સૌથી સસ્તા મિશન (૪પ૦ કરોડનો ખર્ચ)ને ફકત છ મહીના માટે મોકલ્યું હતું પણ પાંચ વર્ષ પુરા થયા પછી પણ તે કામ કરી રહ્યું છે. ૨૪ સપ્ટેમ્બર ભારતીય ગ્રહ વિજ્ઞાન માટે અવિસ્મરણીય દિવસ છે. આ દિવસે દેશના પહેલા આંતરરાષ્ટ્રીય મિશન મંગળયાને મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો.

ગ્રહ વિજ્ઞાનની દુનિયામાં ભારત પહેલો દેશ બન્યો, જેણે પહેલા જ પ્રયત્નમાં પોતાનો ઉપગ્રહ મંગળની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો. પાંચ પે લોડ વાળા આ મિશનમાં મિથેન સેન્સર ફોર માર્સ અને માર્સ કલર કેમેરા બે મહત્વના ઉપકરણો છે. પહેલા વર્ષે મંગળયાને એક ટેરા બાઇટ માહિતીઓ મોકલી હતી.પાંચ વર્ષોમાં પાંચ ટેરાબાઇટથી વધારે માહિતીઓ મળી ચુકી હશે. જેનું વિશ્લેષણ ચાલુ છે.

(4:00 pm IST)