Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

હવે સિગારેટ થશે મોંઘી :‘આપત્તિ સેસ’ લાગુ કરી શકે છે સરકાર:ભાવ વધવાની સંભાવના

જીએસટી કાઉન્સિલની બેઠકમાં આપત્તિ સેસ લાગુ પાડવા અંગે નિર્ણય થઈ શકે

 

નવી દિલ્હી :હવે સિગારેટ મોંઘી થશે સિગારેટના પેકેટ પે ચેતવણી ચીતરાવ્યા બાદ સરકાર હવે વધુ સખ્ત બનવા જઈ રહી છે જીએસટી કાઉન્સિલની આગામી બેઠક 28મીએ શરૂ થનાર છે ત્યારે સૂત્રો પ્રમાણે બેઠકમાં વિશેષરૂપે સિગારેટ પર આપત્તિ સેસ (ઉપકર) લાગુ પાડવા માટેની ચર્ચા થઇ શકે તેમ છે.

  મિટીંગ બાદ સિગારેટના ભાવમાં વધારો થશે એવું જણાઈ રહ્યું છે. વિષય સંબંધિત ઈન્વેસ્ટમેન્ટ કંપની સીએલએસએ એક રીપોર્ટ પણ બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે

કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આપત્તિ સેસ લાગુ પાડવા અંગે નિર્ણય થઈ શકે તેમ છે.
 
આપત્તિ સેસની શરૂઆત કેરાલાથી થઇ શકે તેમ છે. સીએલએસએ કહ્યું કે સિગારેટ પર સેસ લાગુ પાડવાથી આઈટીસી સિગારેટના ભાવ 5-6 ટકા સુધી વધશે. સિગારેટ પર લાગુ પડનાર આપત્તિ સેસ થકી જે આવક ઊભી થશે તેનો ઉપયોગ પૂરગ્રસ્ત કેરાલાને ફરીવખત સારી સ્થિતિમાં ઊભુ કરવા માટે કરવામાં આવશે.

   ફેબ્રુઆરી 2018માં સ્વાસ્થય મંત્રાલયે પણ સિગારેટ અને અન્ય તમાકુ સંબંધિત પ્રોડક્ટ પર સેસ લાગુ પાડવાની ભલામણ કરી હતી. દેશની જનતાના સ્વાસ્થ્યને થતા નુક્સાનને જોતા સિગારેટ પર સેસ લાગુ કરવાનો હતો. પણ, હજુ સુધી એવું થયું નથી.

(12:03 am IST)