Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

આધારની કાયદેસરતા પર આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો

૨૭ અરજીઓ ઉપર ચાર મહિના સુધી દલીલોઃ મે મહિનામાં ચુકાદો અનામત રખાયા બાદ હવે તમામની નજર કેન્દ્રિત : આધારને ખતમ કરવાની પણ દલીલ થઇ

નવી દિલ્હી, તા.૨૫: લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટ આવતીકાલે મહત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે. આધારની કાયદેસરતાને પડકાર ફેંકનાર ૨૭ અરજીઓ ઉપર આશરે ચાર મહિના સુધી ચર્ચા ચાલી છે. લાંબી ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટે મે મહિનામાં ચુકાદો અનામત રાખ્યો હતો. મામલાની સુનાવણી જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આશરે ૩૮ દિવસ સુધી આ મામલાની સુનાવણી ચાલુ હતી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બેંચે સુનાવણી હાથ ધરી હતી. સરકારને આ ગાળા દરમિયાન એ નિર્ણય પણ કરવાનો છે કે, આધાર કાર્ડ પ્રાઇવેસીના કાયદાને ભંગ કરે છે કે કેમ જે બંધારણ મુજબ કોઇપણ નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે છે. સરકારે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત બેંક એકાઉન્ટ ખોલવા, પાન કાર્ડ બનાવવા, સેલ ફોન સર્વિસ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે આધારને ફરજિયાત કરી દીધો હતો. આધાર કાર્ડને ઓળખ અને સરનામાના પુરાવા તરીકે માન્યતા આપવામાં આવી છે. અરજી કરનાર લોકોનું કહેવું છે કે, આધારકાર્ડથી સામાન્ય જનજીવનને અસર થઇ છે જેથી આધાર કાર્ડની કાયદેસરતાને ખતમ કરવાની જરૂર છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે આધાર કાર્ડના સમર્થનમાં અનેક પ્રકારની દલીલો રજૂ કરી છે. સરકારની સૌથી મોટી દલીલ એ છે કે, તેના પરિણામ સ્વરુપે સબસિડીના લાભ કોઇપણ ગેરરીતિ વગર સીધીરીતે મળી રહ્યા છે. આધાર ડેટા, સરકાર અને આધાર ઓથોરિટીનું કહેવું છે કે, આ પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આની સાથે છેતરપિંડી કરી શકાય તેમ નથી. આધારની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામની નજર હવે કેન્દ્રીત થઇ ગઈ છે.

(10:36 pm IST)
  • અમદાવાદ:સી ટી એમ પુવઁદીપ સોસાયટી પાસે અકસ્માત:બી આર ટી એસ બસ સ્ટોપ પાસે એસ ટીની બસએ આધેડ સાઈકલ સવારને કચડ્યો :ઘટના પર જ સ્થાનિક આધેડનું મોત:નોકરી થી પરત ઘર એ આવી રહ્યો હતા આધેડ ત્યારે સર્જાયો અકસ્માત:પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 1:06 am IST

  • છોટાઉદેપુર : પાવી જેતપુર પોલીસ સ્ટેશન માંથી વિશ્વાસ ઘાત છેતરપિંડી ગુન્હામાં પકડાયેલ આરોપી ફરાર: પોલીસ સ્ટેશન માં લોક અપ માંથી રાયટર આરોપી ના જવાબ લેવા બહાર કાઢતા ત્રણ ઇસમો રાયટર જોડે વાત કરતા હતા ત્યારે નજર ચૂકવી ફરાર : આરોપી અરવિંદ દલસુખ રાઠવા ફરાર : પોલીસ ભાગી ગયેલા આરોપી ને પકડવા ના ધમ પછાડા access_time 1:19 pm IST

  • અંબાજી દેવસ્થાન ટટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું નેઃબ્રોસ ફાર્મા લિ. નાં ફાઉન્ડર દ્રારા અપાયું સોનાનું દાન: અમદાવાદનાં વતની છે જેઓ અવાર નવાર આપે છે સુવર્ણ દાન: નવનીતભાઈ પટેલનાં હસ્તે અપાયું દાન access_time 11:20 pm IST