Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનૂ 'ખેલ રત્ન'થી સન્માનિત:નીરજ ચોપડાને 'અર્જુન' એવોર્ડ અપાશે

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ વર્ષના રમત-ગમતના એવોર્ડ આપવામાં આવ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટલિફ્ટર મિરાબાઈ ચાનૂને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર વિરાટ કોહલી ત્રીજો ભારતીય ક્રિકેટર છે. આ પહેલા સચિન અને ધોનીને આ સન્માન મળી ચુક્યું છે.

   આ ઉપરાંત નીરજ ચોપડા (એથલેટિક્સ), જિનસન જોનસન (એથલેટિક્સ), હિમા દાસ (એથલેટિક્સ), એન.સિક્કી રેડ્ડી (બેડમિન્ટન), સતીશ કુમાર (બોકિંસગ), સ્મૃતિ મંધાના (ક્રિકેટ), મનપ્રિત સિંહ (હોકી), સવિતા પુનિયા (હોકી), કર્નલ રવિ રાઠૌડ (પોલો), અંકુર મિત્તલ (શૂટિંગ), રાહી સર્નોબત (શૂટિંગ), શ્રેયસી સિંહ (શૂટિંગ), જી.સાથિયાન (ટેબલ ટેનિસ), મનિકા બત્રા (ટેબલ ટેનિસ), સુમિત (રેસલિંગ), રોહન બોપન્ના (ટેનિસ), પૂજા કાદિયાન (વુશુ), શુભંકર શર્મા (ગોલ્ફ), અંકુર ધામ (પેરા એથલેટિક્સ), મનોજ સરકાર (પેરા બેડમિન્ટન).અર્જુન એવોર્ડ એવોર્ડ અર્પણ થશે 

(8:11 pm IST)