Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભારતના સૌથી વધુ ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષ દરમિયાન દરરોજ અધધ..300 કરોડ રૂપિયાનો વધારો : કુલ સંપત્તિ 3 લાખ 71 હજાર કરોડ રૂપિયા

મુંબઈ : ભારતના સૌથી વધુ ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષ દરમિયાન દરરોજ અધધ..300 કરોડ રૂપિયાનો વધારો થઇ રહ્યો છે.તેમની સંપત્તિ 3 લાખ 71 હજાર કરોડ રૂપિયા થઇ જવા પામી છે. જે તેમના પછીના ક્રમના 3  ધનિકો અનુક્રમે હિન્દુજા પરિવાર,મિત્તલ પરિવાર તથા અઝીઝ પ્રેમજીની કુલ સંપત્તિ  કરતા પણ વધારે છે.આ ત્રણે ધનિકો અનુક્રમે 1 લાખ 59  હજાર,1 લાખ 14 હજાર,તથા 96 હજાર એકસો કરોડની સંપત્તિના માલિક છે જે ત્રણેની સંપત્તિના સરવાળા કરતા પણ મુકેશ અંબાણીની એકલાની સંપત્તિ વધી જાય છે.

(7:44 pm IST)