Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બ્રિટન સુરક્ષા દળના શીખ સૈનિક ચરણપ્રિત સિંહ લાલ ની નોકરી જોખમમાં :મહારાણી એલિઝાબેથ બીજાના જન્મદિવસની પરેડમાં સૌપ્રથમ પાઘડીધારી શીખ તરીકે જોડાવાનું માન મેળવનાર યુવાને ગયા સપ્તાહમાં કોકીનનું સેવન કર્યાનો રિપોર્ટ

લંડન :બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાના જન્મદિવસ નિમિત્તે જૂન મહિનામાં નીકળેલી પરેડમાં પાઘડીધારી શીખ તરીકે જોડાવાનો સૌપ્રથમ વિક્રમ સર્જનાર 22 વર્ષીય યુવાન ચરણપ્રિત સિંઘની નોકરી જવાના સંજોગોનું નિર્માણ થયું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ તેણે ગયા સપ્તાહમાં  પ્રતિબંધિત કોકીનનું સેવન કર્યાનું જણાતા તે અંગે તેને નોકરીમાંથી રુખસદ આપવામાં આવે તેવી શક્યતા છે.જોકે બાબતનો નિર્ણય તેના કમાન્ડીંગ અધિકારી ઉપર રહે છે.

ભારતના પંજાબમાં જન્મેલો યુવાન બચપણથી તેના માતા પિતા સાથે બ્રિટનમાં સ્થાયી થઇ 2016 ની સાલમાં લશ્કરમાં જોડાયો હતો.તથા મહારાણીના જન્મ દિવસની પરેડમાં સૌપ્રથમ પાઘડીધારી શીખ તરીકે ખ્યાતિ પામ્યો હતો.

(6:59 pm IST)