Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બીએચયુમાં મોડી રાતે હો બાળોઃ આગજની તોડફોડ

જુનિયર ડોકટરો સાથે વિદ્યાર્થીઓએ કરી મારપીટ ડોકટરો હડતાળ પર ઉતરશે

વારાણસી, તા.૨૫: બીએચયુ પરિસરમાં ગઇકાલે રાતે ફરી અરાજકતા સર્જાય દર્દી માટે બેડ ન હોવાની વાત કહેવા પર સાંજ પહેલા જુનિયર ડોકટરો સાથે વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી ત્યાર બાદ ડોકટરોએ વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો. બંને પક્ષો વચ્ચે ભાર. મારપીટ થઇ ત્યારબાદ મોડી રાત્રે હોબાળો વધી જતા વિદ્યાર્થીઓએ એકજુથ થઇને ખુબજ ઉપદ્રવ કર્યો એલડી ગેસ્ટ હાઇસની પાસે પોલીસબુથને સળગાવી દીધુ હિંદી વિભાગની પાસે આગજની કરી એસબીઆઇના એટીએમમાં કરી તોડફોડ અને વાહનોને સળગાવી દીધા. પેટ્રોલ બોમ્બ ચલાવાના આવ્યા અને ફાયરીંગ પણ કરવામાં આવી. પથ્થર મારામાં અડધા ડઝનની વધુ વિદ્યાર્થી ઘાયલ થયા.વિદ્યાર્થીઓએ બિરલા ચોક પર પણ આગજની અને તોડફોડ કરાઇ. સુચના મળ્યા બાદ ઘટનાસ્થળે પોલીસ ફોર્સ, એસડીએમની સાથે જ એક કંપની પીએસ સાથે ત્યા પહોંચી અને માહોલને શાંત કરવાના પ્રયત્નો કરવા લાગી મોડી રાત સુધી વિદ્યાર્થીઓ લાઇટ બંધ કરીને તોડફોડ અને પથ્થરમારો કરતા રહ્યા.આ કારણે અંદાજે અડધી કલાક સુધી અફડાતફડીનો માહોલ સર્જાયો આ બધાની વચ્ચે વિદ્યાર્થી બહાર આવ્યા અને તેની ફરીયાદ કરવા જઇ રહ્યા હતા. કે પરિસરમાં મેડિકલ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર કેટલાક લોકો મારપીટ કરી વિદ્યાર્થીના જણાવ્યા મુજબ મારપીટ કરનારમાં જુનિયર ડોકટર સામેલ હતા.

(3:59 pm IST)