Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પ્લીઝ!! પિતૃપક્ષના ૧૫ દિવસોમાં કોઈ 'કાંડ' સર્જતા નહિં!! બિહારમાં રાજકીય હોબાળો

ગુન્હેગારોને બિહાર ભાજપના મુખ્યમંત્રીનો આગ્રહ !!: સુશીલ મોદીએ અપીલ કર્યાના ગણત્રીના કલાકોમાં પૂર્વ મેયરની હત્યાઃ તેજસ્વી યાદવે કહ્યું કે પગ પકડી લ્યે તો પણ નવાઈ પામતા નહિં : બિહારમાં આ તે કેવા દિવસો આવ્યા?

ગયા : ગયામાં પિતૃપક્ષ મેળાના ઉધ્દ્યાટન કરવા પહોંચેલા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કંઇક એવુ નિવેદન આપ્યું જેનાથી રાજનૈતિક વિરોધીઓનાં નિશાન પર આવી ગયા છે.સુશીલ મોદીના પિતૃપક્ષ કાર્યક્રમમાં મંચ ઉપર કહ્યું હતું, બિહારમાં ગુનાખોરોને આગ્રહ છે કે પિતૃપક્ષના આ ૧૫ દિવસોમાં ધાર્મિક ઉત્સવમાં કોઇ ઘટના ન કરે. આ નિવેદન બાદ બિહારમાં રાજનૈતિક હોબાળો મચેલો છે.

આરજેડીનું કહેવું છે કે બિહારમાં સરકારના એવા દિવસો આવી ગયા છે કે બિહારના ઉપમુખ્યમંત્રી ગુનાખોરોને પકડવાના બદલે તેમને ભલામણો કરી રહ્યા છે, અને ગુના નહી કરવા માટેની અપીલ કરી રહ્યા છે

બિહારના પુર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી કહ્યું કે, થોડા દિવસોમાં દિલાસો દેવાના આ માસ્ટરની કુખ્યાત જોડી ડરના કારણે ગુનાખોરોના પગ પકડે તો અચંબિત ન થતા. થોડા દિવસોથી બિહારમાં વધતા ગુનાઓ મુદ્દે મુખ્યમંત્રી નીતીશ કુમાર સરકાર સતત વિપક્ષના નિશાન પર છે. સુશીલ મોદીના આ નિવેદને આરજેડીને વધારે એક મુદ્દો આપ્યો છે.

એક તરફ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી ગુનાઓથી અપીલ લગાવી રહ્યા હતા તો બીજી તરફ મુજફ્ફરપુરમાં ગુનાખોરોએ પુર્વ મેયર પર AK47 વડે ગોળીઓ વરસાવી રહ્યા હતા. જેમાં પૂર્વ મેયર સમીર કુમારની તેમના ડ્રાઇવર સહિત હત્યા કરી દેવાઇ હતી. (૩૭.૨)

(12:18 pm IST)