Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

હિમાચલમાં વરસાદ - બરફ વર્ષાથી તબાહી : ટ્રેકિંગ પર ગયેલા ૩૫ IIT વિદ્યાર્થીઓ સાથે ૪૫ લોકો ગુમ

પંજાબમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર

શિમલા તા. ૨૫ : હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષાને કારણે લાહૌલ-સ્‍પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪૫ લોકોના ગુમ થવાની ખબર છે. મળતી જાણકારી પ્રમાણે આમાં આઈઆઈટી(રૂડકી)ના ૩૫ વિદ્યાર્થીઓ સામેલ હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે હિમાચલ પ્રદેશના ઘણાં ભાગોમાં ગત બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણું નુકસાન થયું છે. જે ઉપરાંત વધારે ઊંચાઇવાળા વિસ્‍તારોમાં બરફવર્ષા થઇ હતી.

ગુમ દળમાં સામેલ એક વિદ્યાર્થી અંકિત ભાટીના પિતા રાજવીર સિંહે ન્‍યૂઝ એજન્‍સી ખ્‍ફત્‍દ્ગચ જણાવ્‍યું હતું કે તેઓ બધા હમ્‍પતા પાસ માટે ટ્રેકિંગ પર ગયા હતાં અને તેમને મનાલી જવાનું હતું. પરંતુ તેમની સાથે સંપર્ક તૂટી ગયો હતો.

હિમાચલ અને પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્‍તારોમાં ભારે વરસાદથી પૂરની સ્‍થિતિ સર્જાઇ હતી. વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં ૨૫ના મોત થયા હતા. પંજાબમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાઇ હતી. પંજાબ, જમ્‍મુ કાશ્‍મીર અને હિમાચલમાં મંગળવાર સુધી શાળાઓ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી કાંગડા અને કુલ્લુ જિલ્લામાં પૂરની સ્‍થિતિ સર્જાઇ હતી. કુલ્લુમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. બચાવ કાર્ય માટે વાયુસેનાની મદદ લેવાઇ હતી. હિમાચલમાં પૂરની સ્‍થિતિમાં બેનાં મોત થયા હતા. હિમાચલમાં પૂરમાં તણાઈ જતાં ત્રણનાં મોત થયા હતા.

હિમાચલ અને પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્‍તારોમાં ભારે વરસાદથી પૂરની સ્‍થિતિ સર્જાઇ હતી.

જમ્‍મુ અને કાશ્‍મીરમાં ડોડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થયો હતો. અનેક સ્‍થળે ભૂસ્‍ખલન થયા હતા. એક ભૂસ્‍ખલનની ઘટનામાં મકાન દબાઈ જતાં પરિવારના પાંચના મોત થયા હતા. કઠુઆ જિલ્લામાં ભારે વરસાદમાં ફસાયેલા ૨૯ લોકોનો બચાવ કરાયો હતો.

ઉત્તરાખંડમાં પણ વ્‍યાપક વરસાદ હતો. ભૂસ્‍ખલનને કારણે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ચારધામ યાત્રાના રસ્‍તા બંધ થતા યાત્રા પ્રભાવિત થઇ હતી. દહેરાદૂન, હરિદ્વાર, પૌડી, ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, ચમરેલી અને બાગેશ્વર સહિતના વિસ્‍તારોમાં ભારે વરસાદ થયો હતો

(12:18 pm IST)