Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓનો 'મહાકુંભ'

PM મોદી - અમિત શાહ એક મંચ પર મળશે જોવા

ભોપાલ તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહી ભાજપના લાખો કાર્યકર્તાઓને સંબોધિત કરી મધ્યપ્રદેશમાં ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ૨૫ સપ્ટેમ્બરના રોજ જનસંઘના સંસ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જયંતી છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના જન આશીર્વાદ યાત્રાનું સમાપન પણ છે.

જેને લઇ ભાજપ દ્વારા આ કાર્યક્રમને મેગા શો બનાવી દેવામાં આવ્યો છે. રાજયમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય ભાજપ દ્વારા તૈયારીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ભાજપ સતત ચોથી વખત મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

૧૫ વર્ષની એન્ટી ઇકમ્બેન્સી તેમજ હાલમાં એસસી-એસટી એકટ પછી ભાજપના કાર્યકર્તાઓમાં સુસ્તી ન ચડી જાય તે વિચારી ભાજપે પોતાના બંને કદાવર નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે.

ફરીએકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક મંચ પર જોવા મળશે. ભાજપ દ્વારા આ મેગા શોને કાર્યકર્તા મહાકુંભ નામ આપવામાં આવ્યું છે. રાજયમાં અંદાજે ૬૫ હજાર પોલિં બૂથ છે. પાર્ટીએ દરેક બૂથમાંથી ૨૦ કાર્યકર્તાઓને બોલાવ્યાં છે

(9:38 am IST)