Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વિવિધ કંપનીઓ ઓક્ટોબર-ડિસેમ્‍બર દરમિયાન તહેવારો માટે જુદી-જુદી સ્‍કીમો લાવશેઃ ૧૦થી ૧પ ટકા ડિસ્‍કાઉન્‍ટ મળશે

નવી દિલ્હી:કરિયાણું અને દૈનિક જરૂરિયાતોની વસ્તુઓ ખરીદવા માંગતા ગ્રાહકો તહેવારની સીઝનમાં 10થી 15 ટકાના ભારે ડિસ્કાઉન્ટની અપેક્ષા રાખી શકે છે. તેનું કારણ છે કે કંપનીઓ ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રાઇસિંગ અને પ્રમોશનલ સ્કીમ લાવી રહી છે. નોટબંધી અને તેના પછી ગયા વર્ષે અમલી બનેલા જીએસટીના આંચકાના લીધે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં રોકડપ્રવાહ અને વેપાર નોંધપાત્ર પ્રમાણમાં અવરોધાઈ ગયો હતો.

આઇટીસીના ડિવિઝનલ ચીફ એક્ઝિક્યુટિવ (ફૂડ્સ) હેમંત મલિકે જણાવ્યું હતું કે, “અમે તહેવારોની સીઝન દરમિયાન અમારી જ્યુસની બ્રાન્ડ, બિસ્કિટ્સ, ચોકોલેટ્સ અને કન્પેક્શનરી માટે ખાસ પ્રકારની સ્પેશિયલ ઓફર કરીશું. ગ્રાહકને કેટલાક ખાસ વિકલ્પોમાં યોગ્ય મૂલ્ય મળી શકશે. અમને આશા છે કે પ્રોડક્ટ્સની તહેવારો દરમિયાન સારી માંગ રહેશે અને ગયા વર્ષ કરતાં સારી માંગ રહેશે. જર્મન હોલસેલર મેટ્રો કેશ એન્ડ કેરી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, તેના ગ્રાહકોમાં કિરાણા સ્ટોર્સ પણ છે, જે ગ્રાહકો પર તે ડિસ્કાઉન્ટ આપી શકે છે.”

ચીફ એક્ઝિક્યુટિવ અરવિંદ મેદિરત્તાએ જણાવ્યું હતું કે, “આગામી તહેવારોની સીઝન અને ક્વાર્ટર બે વર્ષ પછી એવું પ્રથમ ક્વાર્ટર હશે જેના પર નોટબંધી કે જીએસટીની અસર નહીં હોય. અમને વેચાણ મજબૂત રહેવાની આશા છે.

બિઝનેસ-ટુ-બિઝનેસ હોલસેલર જે ઓક્ટોબરથી સપ્ટેમ્બરના નાણાકીય વર્ષને અનુસરે છે તે પણ ઓક્ટોબરમાં પોતાનોઓન બિઝનેસ ડેરજૂ કરી શકે છે, જેમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ડાબર, કોલગેટ પામોલિવ અને નીવિયા જેવી મોટી કંપનીઓ કિરાણાને ડિસ્કાઉન્ટેડ ભાવે વેચાણ કરી શકે છે જે ગ્રાહકોને આપવામાં આવશે. અમારા માટે નાણાકીય વર્ષનો પ્રારંભ છે અને અમને આશા છે કે અર્થતંત્રનાં મેક્રો પરિબળોની વૃદ્ધિના લીધે મજબૂત વેચાણ થશે.” એમ મેદિરત્તાએ જણાવ્યું હતું.

કંપનીઓએ જણાવ્યું હતું કે વોલ્યુમ વૃદ્ધિ, પ્રોડક્ટ લોન્ચિંગમાં ઇનોવેશન અને સાનુકૂળ ચોમાસાના લીધે તહેવારોની સીઝન દરમિયાન આશાવાદ ઉમેરાયો છે. બિસ્કિટ અને નાસ્તા ઉત્પાદક પાર્લે પ્રોડક્ટ્સના કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, “અમે મલ્ટિપલ પ્રાઇસિંગની રચના કરી રહ્યા છીએ અને તે ટ્રેડ તથા ગ્રાહકો માટે પેક છે, તેમાં તહેવારો દરમિયાન સંગઠિત વેપાર અને કિરાણા સ્ટોર્સનો સમાવેશ થાય છે. અમે જોકે તે વાત સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે અમે અમારી ટ્રેડ ચેનલના વર્તમાન સમીકરણોને અવરોધીશું નહીં.”

તહેવારોની સીઝનમાં ધનતેર, દુર્ગા પૂજા, દિવાળી અને ક્રિસમસની સાથે લગ્નસરાની સીઝનનો સમાવેશ થાય છે અને રિટેલ ઉદ્યોગ ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરના સમયગાળા દરમિયાન કેટલાય નવા પ્રોડક્ટ લોન્ચિંગ જોશે.

(12:00 am IST)
  • આજે પેટ્રોલમાં ૧૪ પૈસા તો ડિઝલમાં ૧૦ પૈસાનો વધારો : આજે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધ્‍યાઃ દિલ્‍હીમાં પેટ્રોલમાં ૧૪ પૈસા તો ડિઝલમાં ૧૦ પૈસા વધ્‍યાઃ દિલ્‍હીમાં પેટ્રોલ ૮૨.૮૬નું તો ડિઝલ ૭૪.૧૨નું થયું: મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૦.૨૨ તો ડિઝલનો ભાવ ૭૮.૬૯ થયો access_time 11:15 am IST

  • છોટા ઉદેપુર: પાવિ જેતપુર પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી તમામ બંધ હાલતમા :પોલીસ ને પૂછતા જણાવ્યું કે લગાવ્યા ત્યાર થી ચાલતા જ નથી access_time 1:20 pm IST

  • ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેશેઃ અરબીસમુદ્રમાં વધુ એક સિસ્ટમ્સ બનશેઃ ૨૯મીએ ચોમાસુ પ્રશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાઇ લઇ રહયું છે. ત્યારે તા.૯,૧૦ ઓકટોબરના અરબીસમુદ્રમાં એક મજબુત સિસ્ટમ્સ બની રહી છે પરંતુ આ હજુ વ્હેલુ કહેવાય આવતા દિવસોમાં ખબર પડે કે સિસ્ટમ્સ બનશે કે નહિ. વિવિધ ફોરકાસ્ટ મોડલો ઉપર વોચ રાખવી જરૂરી છે તેમ હવામાનની એક ખાનગી સંસ્થા વેધરએકસપર્ટ ગ્રુપે જણાવ્યું છે access_time 12:11 pm IST