Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ત્રણ દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી મોદી બહેરિનથી ફ્રાન્સના બિઆરિટ્ઝ પહોંચ્યા : અહીં તેઓ G-7 શિખર સમ્મેલનમાં સામેલ થશે : જી-7 મહાસમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા થઇ : ફ્રાન્સ એરફોર્સના ખાસ વિમાનમાં ફ્રાન્સ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી ખાસ સન્માન કરવામાં આવ્યું : સભ્યપદ ન હોવા છતાં ભારતને અપાયું ખાસ આમંત્રણ

પેરીસ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કલ, યૂકેના પીએમ બોરિસ જ્હોનસન તેમજ જાપાનના પીએમ શિન્ઝો આબે સહિત અન્ય નેતાઓ પણ સમ્મેલનમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે.

ફ્રાન્સમાં ચાલી રહેલી જી-7 મહાસમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને મળ્યા. પ્રાથમિક જાણકારી મુજબ બંને નેતાઓ વચ્ચે પર્યાવરણ, આતંકવાદ, વૈશ્વિક પરિદ્દશ્ય પર વ્યાપક ચર્ચા થઇ. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા થઇ. આ ઉપરાંત વ્યાપાર, રોકાણ, રક્ષા અને સુરક્ષા અને શિક્ષા ક્ષેત્રમાં મળીને કરવા પર ચર્ચા થઇ. પીએમ મોદીએ જી-7માં બ્રિટેનના પીએમ બોરિસ જોનસનની મુલાકાત લીધી. આ મુલાકાત રસપ્રદ રહી. પીએમ મોદીએ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સાથે મુલાકાતની શરૂઆતમાં જ એશિઝ ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમની જીત પર શુભેચ્છા પાઠવી. ઇંગ્લેન્ડની ટીમ થોડા સમય પહેલા જ એશિઝ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવી. 

જી-7 દુનિયાના સાત વિકસિત દેશોનું એલીટ ક્લબ છે. આ દેશો દુનિયાની અર્થવ્યવસ્થાની ચાલ અને ઝડપ નક્કી કરે છે. જી-7ના દેશોનું દુનિયાની 40 ટકા જીડીપી પર કબજો છે. જોકે, અહીં માત્ર 10 ટકા વસ્તી નિવાસ કરે છે. ભારત આ વીઆઇપી ક્લબનું સભ્ય નથી. 

ફ્રાન્સ એરફોર્સના ખાસ વિમાનમાં ફ્રાન્સ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. 

હવે દુનિયાની નજર પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્ર્મ્પની મુલાકાત પર ટકેલી છે. સોમવારે ભારતીય સમયાનુસાર આ બંન્ને નેતાઓની મુલાકાત સોમવાર સાંજે 3.45 કલાકે થઇ શકે છે. આ મુલાકાત 4.30 સુધી ચાલી શકે છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ બીજી મુલાકાત રહેશે. આ પહેલા બંન્ને જાપાનના ઓસાકામાં મળ્યા હતા. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે જી-7માં ભારતને આમંત્રણ દુનિયામાં એક મોટી આર્થિક શક્તિના રૂપે ભારતની ઓળખ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની સાથે ભારતના વડાપ્રધાનની પર્સનલ કેમિસ્ટ્રીનો પૂરાવો છે. આ સમ્મેલનમાં વડાપ્રધાન વાતાવરણ, જળવાયુ, સમુદ્રી સુરક્ષા અને ડીજીટલ ટ્રાન્સફોર્મેશન પર સેશનને સંબોધિત કરશે.

ભારત માટે આ વખતે જી-7 બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદી કાશ્મીર મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી શકે છે. કેટલાક દિવસો પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તે કાશ્મીર મુદ્દા પર પીએમ મોદી સાથે ચર્ચા કરવા ઇચ્છશે. અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપાર, ટેરિફ પર ચર્ચા પણ થઇ શકે છે.

(12:38 am IST)