Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ઉત્તર પ્રદેશ, કેરળ, ત્રિપુરા અને છત્તીસગઢમાં વિધાનસભાની એક-એક સીટ માટે 23 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજવાનું જાહેર કરતું ચૂંટણી પંચ : 27 સપ્ટેમ્બરે મતગણતરી : 4 સપ્ટેમ્બર સુધી ભરી શકશે ઉમેદવારી પત્ર

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા આજે ઉત્તર પ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢમાં વિધાનસભાની એક-એક સીટ માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ રાજયોમાં 23 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.

છત્તીસગઢની 88 દંતેવાડા (એસટી), કેરળની 93 પાલા, ત્રિપુરાની 14-બાધરઘાટ (એસસી) અને ઉત્તરપ્રદેશની 228-હમીરપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. 27 સપ્ટેમ્બરે મતગણતરી થશે. ઉમેદવારો પાસે 4 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર છે.

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અશોક ચંદેલનું સભ્યપદ ખતમ થયા બાદ આ સીટ ખાલી છે. ચૂંટણી પંચની માહિતી મુજબ 19 એપ્રિલ, 2019થી હમીરપુર સીટ ખાલી માનવામાં આવી છે.  છત્તીસગઢના દંતેવાડામાં નકસલીઓ દ્વારા ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા બાદ આ સીટ ખાલી પડી હતી.

(10:05 pm IST)