Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

મોદીએ પીવી સિંધુને સિદ્ધિ બદલ શુભેચ્છા આપી

ભારતને પીવી સિંધુએ ગૌરવ અપાવ્યું

નવીદિલ્હી, તા. ૨૫ : વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં જાપાનની ઓકુહારા પર જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ પીવી સિંધુને આ ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી હતી. મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, કરિશ્માઈ પ્રતિભા ધરાવનાર પીવી સિંધુએ ભારતને ફરી એકવાર ગૌરવ અપાવ્યું છે. વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ તેઓ અભિનંદન આપે છે. તેમની બેડમિંટન પ્રત્યે લગન અને સમર્પણ પ્રેરણા સમાન છે. પીવી સિંધુની સફળતા અન્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે.

(9:28 pm IST)