Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

વિડીયો : શ્રીનગર એરપોર્ટ પરથી પાછા ધકેલી દેવાએલ રાહુલ ગાંધી સહિત ૧૦ કોંગ્રેસી નેતાઓ સમક્ષ પ્લેનમાં ખુબજ દુઃખી સ્વરે એક કાશ્મીરી મહિલાએ વરણાવી પોતાની કથની : ઘટનાનો વીડિયો પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો અને સરકાર પર માર્યા ચાબખા

શ્રીનગર : ગઈકાલે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ કેટલાય સમયથી શ્રીનગર જવા માંગતા હતા. પરંતુ એરપોર્ટ પરથી જ તેમને પાછા ધકેલી દેવાયા હતા. તમામ 10 જેટલાં નેતાઓને વિલા મોઢે દિલ્હી પરત ફરવું પડ્યું હતું. જોકે જ્યારે તેઓ પરત ફરતાં હતાં ત્યારે ફ્લાઈટમાં એક કાશ્મીરી મહિલાએ ખુબજ દુઃખી સ્વરે પોતાનું દુઃખ રાહુલ ગાંધીને શેર કર્યું હતું.

ફ્લાઈટ શરૂ થતાં જ કાશ્મીરી મહિલા રાહુલ ગાંધી પાસે આવીને રડતાં રડતાં કહે છે કે ‘મોટા તો ઠીક છે પણ બાળકોને પણ ઘરની બહાર પગ મુકવા દેવામાં નથી આવતો. મારો ભાઈ હૃદયનો દર્દી છે. તેની હાલત શું થશે તેનાથી અમે બહુ જ ચિંતિત છીએ.’ જો કે આ સમયે સુરક્ષાકર્મીઓ તે મહિલાને રાહુલ ગાંધી પાસેથી હટવવાનો પ્રયત્ન કરતાં હતા છતાં પણ રાહુલ ગાંધી તેમનો હાથ પકડી તેમની વાત સાંભળે છે. 

આ સમગ્ર લાગીસભર ઘટનાનો વીડિયો પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી સરકાર સમક્ષ અમાનવીય વર્તનનો રોષ ઠાલવ્યો હતો. પ્રિયંકાએ લખ્યું કે ‘ હવે કેટલોક સમય આવું ચાલશે? આ એક એવું ઉદાહરણ છે જેમાં લાખો લોકો રાષ્ટ્રીયતાના નામે શાંત રહી પીસાઈ રહ્યા છે.’ આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે આ વીડિયો એવા લોકો માટે છે જેઓ કહી રહ્યા છે કે વિપક્ષ રાજકારણ કરી રહ્યું છે.

(8:27 pm IST)