Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

આરબીઆઈ બોર્ડ બેઠકમાં જાલન પેનલ પર ચર્ચા થશે

આરબીઆઈ ફંડ અંગે અહેવાલ પર ચર્ચા કરશે : જાલન પેનલે શુક્રવારે તેનો હેવાલ સુપ્રત કરી દીધો હતો

મુંબઈ, તા. ૨૫ : આરબીઆઈ બોર્ડની મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે મળી રહી છે. આ બોર્ડની બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. બિમલ જાલનના નેતૃત્વમાં પેનલે આરબીઆઈના વધારાના ભંડોળના સંદર્ભમાં એક અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા આના ઉપર વિચારણા કરવામાં આવનાર છે. જાલન કમિટિની રચના યોગ્ય પગલા ભંડોળના ઉપયોગને કઈરીતે કરી શકાય તે અંગે કરવામાં આવી હતી. રિઝર્વ બેંક દ્વારા હવે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે. પેનલે આરબીઆઈ ફંડને ટ્રાન્સફર કરવાની તરફેણ કરી હતી પરંતુ તબક્કાવારરીતે આને ટ્રાન્સફર કરવાની વાદ કરી હતી.

          શુક્રવારના દિવસે અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. બીજી બાજુ એફએન્ડઓની પૂર્ણાહૂતિ અને જીડીપી ડેટા ઉપર ચર્ચા કરવામાં આવનાર છે. જીડીપી ડેટા ઓગસ્ટ સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શન માટેના ગુરુવારના દિવસે જારી કરાશે. શુક્રવારના દિવસે જૂન મહિનાના જીડીપી ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરાશે. ફોરેક્સ રિઝર્વ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ અને બેંક લોન ગ્રોથના આંકડા પણ શુક્રવારે જારી કરાશે.

(8:17 pm IST)