Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

કાશ્મીરથી અંકુશ સંપૂર્ણપણે દૂર કરવા માટેનો તખ્તો તૈયાર કરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ ટૂંકમાં જ અંતિમ નિર્ણય : નજરકેદમાં રહેલા ઓમર, મહેબુબા મુફ્તી અને અન્ય ઘણા સ્થાનિક નેતાનો સંપર્ક કરાયો : સર્વદળીય મિટિંગ પણ બોલાવાશે : વિશ્વાસમાં લેવાના પ્રયાસો

નવીદિલ્હી, તા. ૨૫ : કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં લાગૂ કરવામાં આવેલા નિયંત્રણોને સંપૂર્ણપણે દૂર કરીને સ્થિતિને સામાન્ય કરવા માટે મોટાપાયે પગલા લેવાની તૈયારીમાં છે. આની જાહેરાત ટૂંકમાં સમયમાં જ કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ યોજાનારી બેઠકમાં નિર્ણાયક પહેલ કરવામાં આવી શકે છે. શનિવારના દિવસે શ્રીનગર પહોંચેલા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ પક્ષોના પ્રતિનિધિ મંડળને સુરક્ષા કારણો અંગે માહિતી આપીને એરપોર્ટથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા પરંતુ સરકાર તરફથી ત્યાં નજરકેદમાં રાખવામાં આવેલા ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી જેવા સ્થાનિક નેતાઓ સાથે સંપર્ક કરવાના પ્રયાસો તીવ્ર કરવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત સર્વપક્ષીય બેઠક બોલાવીને ત્યાંની સ્થિતિના સંદર્ભમાં માહિતી આપવાની કવાયત યોજવામાં આવી શકે છે.

           પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર કલ ૩૭૦ને દૂર કવરામાં આવ્યા બાદ ખીણમાં લગભગ અંકુશ જેવી સ્થિતિ છે. જો કે, ૧૫મી ઓગસ્ટ બાદથી સ્થિતિને સામાન્ય કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી ચુક્યા છે જે હેઠળ સ્કુલો અને કોલેજો તથા ઓફિસોને ખોલી દેવામાં આવી છે. લેન્ડલાઈન ફોન પણ ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઇલ ફોન હાલમાં બંધ છે. દુકાનોમાં ઓછી હાજરી દેખાઈ રહી છે. સરકાર માની રહી છે કે, ખીણમાં સ્થિતિને પૂર્ણરીતે સામાન્ય બનાવવા વધારાના પ્રયાસો કરવા પડશે. કેટલાક ટોચના અધિકારીઓએ શ્રીનગરમાં નજરકેદમાં રાખેલા નેતાઓનો સંપર્ક કર્યો છે. ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને મળીને તેમને પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવી રહી છે. આ નેતાઓની મુક્તિની પ્રક્રિયા પણ તીવ્ર કરી દેવામાં આવી છે. સરકાર અન્ય વિપક્ષી નેતાઓને પણ વિશ્વાસમાં લઇને આગળ વધવા માટે ઇચ્છુક છે. દિલ્હી અથવા તો શ્રીનગરમાં સર્વપક્ષીય બેઠક યોજી શકાય છે. સરકાર ઇચ્છે કે,

          પક્ષ અને વિપક્ષ મળીને  વિશ્વ સમુદાયને એવો સંદેશ આપે છે કે, સ્થિતિ સામાન્ય બનવાની દિશામાં છે. સરકાર જાણે છે કે, ખીણમાં અંકુશોને વહેલીતકે દૂર કરવા પડશે. સમગ્ર વિશ્વ સમુદાય તરફથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ સમર્થન મળ્યું છે પરંતુ સ્થિતિ સામાન્ય બનાવવાની બાબત હજુ પણ પડકારરુપ છે. ૨૨મી સપ્ટેમ્બરથી મોદી અમેરિકા જનાર છે ત્યાં યુએનમાં મોદી વાર્ષિક કાર્યક્રમમાં ભાગ લેનાર છે જેથી સરકાર કાશ્મીર મામલાને પોતાના સ્તર પર આ પહેલા જ ખતમ કરવા માંગે છે. શનિવારના દિવસે રાહુલ ગાંધી સહિત વિપક્ષના ૧૨ નેતા શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા હતા પરંતુ ત્યાંથી જ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા. મોદી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આવતીકાલે વાતચીત કરનાર છે જેમાં જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા પણ છે. આ બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. વિશ્વ સમુદાય સમક્ષ ભારત મજબૂતી સાથે ઉભા રહેવા માટે તૈયાર છે.

(8:04 pm IST)