Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પાકિસ્તાન હજી પણ સુધરશે નહિ તો આવતા સમયમાં ચાર ટુકડા થઈ જશે : સુબ્રમણ્યમ સ્વામીનું તડ ને ફડ

ભારતીય જનતા પક્ષના સંસદ સભ્ય અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર સુબ્રમણ્યમ સ્વામીએ ચંદીગઢ ખાતે ડીએવી કોલેજના સભાગૃહમાં એક રાષ્ટ્રીય સેમિનારમાં કહ્યું હતું કે પાકિસ્તાન હવે પણ સુધરશે નહીં તો આવતા સમયમાં તેના ચાર ટુકડા થઈ જશે.

 સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે ૧૯૪૭ માં જવાહરલાલ નેહરુએ યુનોની સલામતી સમિતિની બેઠકમાં જે અરજી નાખી હતી તે હવે વડાપ્રધાન મોદીએ પાછી ખેંચી લેવી જોઈએ.

આ અરજી પાછી ખેંચતાવેંત જ લાઈન ઓફ કંટ્રોલના તમામ અવરોધ ગેરકાયદેસર થઈ જશે. એ પછી ભારતીય લશ્કર એલ.ઓ.સી. (લાઈન ઓફ કંટ્રોલ) પસાર કરી મુજફ્ફરાબાદ સુધી પહોંચી જશે અને આપણો કબજો પાકિસ્તાન કબજા ગ્રસ્ત કાશ્મીર ઉપર સરળતાથી થઈ જશે.

 ભાજપના આ સાંસદે વડાપ્રધાન મોદીને એવો સુઝાવ આપ્યો હતો કે ભારત સરકારે યુનોમાં થી આ અરજી પાછી ખેંચી લેવાની દિશામાં કામ કરવું જોઈએ જેથી પાક કબજા ગ્રસ્ત કાશ્મીર ઉપર આપણો કબજો થઈ શકે. ભારત આઝાદ થયા પછી તે સમયની સરકાર કાશ્મીરનો મુદ્દો યુનોમાં લઈ ગઈ હતી. જ્યાં મધ્યસ્થતાની વાત ઉભી થઈ તો યુનોએ જે હિસ્સો ભારત પાસે હતો તે ભારતને આપી દીધો અને જે જગ્યા પાકિસ્તાન પાસે હતી તે પાકિસ્તાનને આપી દીધેલ હતી.

(3:57 pm IST)