Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

અંતે PM મોદીએ ખોલ્યું રાઝ : Man Vs Wildમાં બિયર ગ્રિલ્સ, નરેન્દ્રભાઈની વાતો આધુનિક ટેકનીક દ્વારા અંગ્રેજીમાં અનુવાદ સાંભળીને સમજતો : અનુવાદ ગ્રિલ્સના કાનમાં એક નાના ઉપકરણ દ્વારા સંભળાતો

નવી દિલ્હી : PM મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં એક સવાલનો જવાબ આપતાં કહ્યું કે Man Vs Wildના અનેક દર્શક પૂછી રહ્યા છે કે કેવી રીતે તેઓએ અને બિયર ગ્રિલ્સે અલગ-અલગ ભાષાઓમાં બોલવા છતાંય સહજતાથી એક બીજાની વાત સમજી લીધી.

નરેન્દ્રભાઈએ કહ્યું કે, તેની પાછળ કોઈ રહસ્ય નથી. ગ્રિલ્સની સાથે મારી વાતચીતમાં ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે હું કંઈક કહેતો, થોડીક ક્ષણોની અંદર તેનો અંગ્રેજી અનુવાદ થઈ જતો. અનુવાદ ગ્રિલ્સના કાનમાં એક નાના ઉપકરણ દ્વારા સંભળાતો. તેનાથી અમારી વાતચીત સરળ થઈ ગઈ.

વડાપ્રધાને કહ્યું કે, ઘણા બધા લોકો જાણવા માંગતા હતા કે ગ્રિલ્સે મારી હિન્દીને કેવી રીતે સમજી. લોકોએ પૂછ્યું કે, શું તેને અનેકવાર એડિટ કે શૂટ કરવામાં આવ્યું? ટેકનીકે મારી અને તેમની વચ્ચે પુલનું કામ કર્યુ.

મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, મને આશા છે કે Man Vs Wild કાર્યક્રમ ભારતનો સંદેશ, ભારતની પરંપરા, ભારતની સંસ્કાર યાત્રામાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા, આ તમામ વાતોથી વિશ્વને પરિચિત કરાવવામાં મોટાપાયે મદદ કરશે એવો મારો પાકો વિશ્વાસ છે. નોંધનીય છે કે, 13 ઓગસ્ટે પ્રસારિત થયેલા Man Vs Wildનો સ્પેશલ એપિસોડ દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોએ જોયો. આ કાર્યક્રમ દુનિયાનો સૌથી વધુ જોવાયેલો કાર્યક્રમ બની ગયો.

(3:09 pm IST)
  • કોંગ્રેસના દિગ્ગજો શ્રીમતી સોનિયા ગાંધી શ્રી રાહુલ ગાંધી અને શ્રી મનમોહન સિંઘે આજે મોડી સાંજે સ્વર્ગસ્થ અરુણ જેટલી ના નિવાસસ્થાને જઈ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. access_time 8:09 pm IST

  • UAE માં પ્રધાનમંત્રી મોદીને અપાયેલ પોતાના સર્વોચ્ચ સન્માનથી ગિન્નાયુ પાકિસ્તાન : પાક. સ્પીકર સાદિક સંજરાનીએ UAEની મુલાકાત રદ્દ કરી access_time 9:34 pm IST

  • 40 હજાર હાડપિંજરના હાડકાથી બનેલા ચેક ગણરાજ્યના આ ચર્ચની આખી દુનિયામાં વિશેષ ઓળખ છે. દર વર્ષે આ ચર્ચને જોવા માટે વિશ્વભરમાંથી લગભગ 2.5 લાખ લોકો આવે છે. access_time 1:32 am IST