Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પાકિસ્તાનને સાઉદી અરેબીયાએ મોટો ઝાટકો આપ્યો : હવે પછી કતાર-બહેરીન-યુએઇ પણ આવો જ મોટો વિસ્ફોટ કરશે

નવી દિલ્હી : એમ.ડી. અને એમ.એસ. જેવી ઉચ્ચ ડીગ્રીઓ ધરાવતા પાકિસ્તાનના સેંકડો સર્જનો-ફીઝીશ્યનોને હાંકી કાઢવાના હુકમો સાથે તેમને દેશનિકાલ કરવા આદેશો આપ્યા હોવાનું સમાચાર નિષ્ણાંત અંશુલ સકસેનાએ ટવીટ ઉપર જણાવ્યું છે.

પાકિસ્તાનની આ ડીગ્રીઓ સ્વીકાર્ય નથી તેવું જણાવી તેમને 'ટરમીનેશન' લેટર પણ આપી દેવાયાનું એસ.સી.એફ.એચ.એસ. તરફથી જણાવાયું છે.

હવે પછી કતાર, યુનાઇટેડ આરબ અમીરાત અને બહેરીન પણ સાઉદીના પગલે પાકિસ્તાનની ડોકટરો માટે આવા જ પગલા લેશે તેમ જાણવા મળે છે.

(3:07 pm IST)
  • સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી બસ ને નડ્યો અકસ્માત : બસમાં બેઠેલા લોકોને નાની મોટી ઇજાઓ થઈ : ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમા સારવાર માટે લઇ જવાયા access_time 1:27 am IST

  • ભાવનગરમાં સમી સાંજે કોંગ્રેસના આગેવાન ભરત કોટીલા પર હુમલો થતા ફેલાઈ તંગદીલી : લોકો ટોળે વળ્યા : વધુ વિગત મેળવાય રહી છે access_time 6:20 pm IST

  • ૨૬ અને ૨૭ મી એ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા : વાદળા છવાયા લાગ્યા: સાબરકાંઠા અરવલ્લી વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ ખેડા અને મહિસાગર પંથકમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી access_time 8:28 pm IST