Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

બીગબોસ -૧૧ ની વિજેતા અને ટીવી એકટ્રેસ શિલ્પા શિંદેએ મીકાસિંહનું સમર્થન આપી કહ્યું પાકિસ્તાનમાં સ્ટેજ શો કર્યો તો એમાં ખોટુ શું છે ? : મારા પાકિસ્તાનમાં ઘણા ફેન્સ છે, હું પાક. શૂટ પણ પહેરૂ છું

નવી દિલ્હી :  ગાયક મીકાસિંહ વિવાદોમાં ઘેરાયા છે. પાકિસ્તાનના કરાંચીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની દીકરીના લગ્નમાં પરર્ફોમ કરતો  એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોના પગલે ભારે હંગામો મચી ગયો હતો અને લોકોએ સોશ્યલ મીડિયામાં મીકાસિંહને ટ્રોલ કર્યો હતો. એઆઇસીડબલ્યુએ અને એફ ડબલ્યુ આઇસીઇએ તો મીકાસિંહ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યારબાદ મીકાએ માફી માંગતા આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવેલ. હવે ટીવી કલાકાર અને બિગ બોસ-૧૧ની વિજેતા શિલ્પાશિંદે મીકાસિંહના સમર્થનમાં આવી છે અને કહ્યું કે પોતે કોઇપણ જગ્યાએ પોતાના શો કરી શકે છે હું આવા લોકોથી ડરતી નથી.

સુત્રો જણાવે છે કે મીકાસિંહનો વિવાદીત વીડીયો પ્રદર્શીત કરતા કહ્યુ કે કોઇપણ દેશ મને વિઝા આપે છે અને ત્યાં મારૂ સ્વાગત કરે છે તો હું જરૂર પાકિસ્તાન જઇશ અને ત્યાં પર્ફોમન્સ કરીશ. મારો હકક બને છે અને મને કોઇ રોકી શકતુ નથી. હું રસ્તા ઉપર સ્ટેજ બનાવી પર્ફોમ કરી રૂપિયા કમાઇ શકુ છું. હું કોઇનાથી ડરતી નથી. કોઇનો બાપ મને રોકી ન શકે.

સોરી બોલાવડાવામાં આવ્યું છે. આવા પ૦ ફેડરેશન છે. બધાને રૂપિયા ખાવા છે મારા પાકિસ્તાનમાં પણ ઘણા ફેન્સ છે. જેઓએ મને બિગબોસમાં જીત અપાવી છે. હું પાકિસ્તાની શૂટ  પહેરૂ છું.

(2:39 pm IST)
  • " ખુલ્લામાં શૌચ મુક્ત ભારત " સાથે 2 ઓક્ટો ના રોજ મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ ઉજવાશે : પ્લાસ્ટિક મુક્ત ભારત ઝુંબેશની શરૂઆત કરાશે : 11 સપ્ટે થી " સ્વચ્છતા હી સેવા " અભિયાન શરૂ થશે : ' મનકી બાત' માં આજ 25 ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન access_time 12:52 pm IST

  • ૨૬ અને ૨૭ મી એ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા : વાદળા છવાયા લાગ્યા: સાબરકાંઠા અરવલ્લી વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ ખેડા અને મહિસાગર પંથકમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી access_time 8:28 pm IST

  • સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી બસ ને નડ્યો અકસ્માત : બસમાં બેઠેલા લોકોને નાની મોટી ઇજાઓ થઈ : ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમા સારવાર માટે લઇ જવાયા access_time 1:27 am IST