Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

મન કી બાત :વડાપ્રધાન મોદીએ સ્વચ્છતાં માટે કૃષ્ણથી લઈ ગાંધીજીને યાદ કર્યા: Man Vs Wildનો ઉલ્લેખ કર્યો

ગાંધીજીએ ગરીબ, નબળા લોકોની સેવાને પોતાના જીવનનું પરમ કર્તત્વ માન્યુ

નવી દિલ્હી : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ  મોદીએ આજે રવિવારે પોતાના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' ની મદદથી દેશને સંબોધિત કર્યો

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મહત્વના વિષયો પર વાત કરી.હતી પીએમ  મોદીએ ભગવાન શ્રી કૃષ્ણ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા. આ સાથે જ સ્વચ્છતા અભિયાન, ફિટ ઇન્ડિયા સહિત ઘણા મુદ્દાઓ પર પોતાની વાત મૂકી. તેમણે કહ્યુ કે, ''ગત દિવસોમાં આપણે ઘણા તહેવારોની ઉજવણી કરી. શનિવારે દેશમાં શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી થઇ, મિત્રતા એવી હોવી જોઇએ કે સુદામા વાળી ઘટના યાદ આવી જાય અને યુદ્ઘ ભૂમિમાં ઘણી સારી મહાનતા હોવા છતાં સારથી બન્યા.'' 'મન કી બાત' માં પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ''આજે ભારત વધુ એક ઉત્સવની તૈયારીમાં છે અને તે મહાત્મા ગાંધીને 150મી જયંતી.''

  પીએમ મોદીએ  મોદીએ કહ્યુ કે, ગાંધીજીએ ખેડૂતોની સેવા કરી, જેમની સાથે ચમ્પારણમાં ભેદભાવ થતો હતો. ગાંધીજીએ ગરીબ, નબળા લોકોની સેવાને પોતાના જીવનનું પરમ કર્તત્વ માન્યુ. પીએમ મોદીએ કહ્યુ કે, ''ગાંધીજીના સેવા શબ્દોમાં નહી પરંતુ કરીને બતાવી છે. સત્યની સાથે ગાંધીજીનો અતૂટ સંબંધ રહ્યો, સેવાની સાથે તેમનો અનન્ય અતૂટ સંબંધ છે.''

  પીએમ મોદીએ કહ્યુ કે, ''મહાત્મા ગાંધી અગણિત ભારતીયોના અવાજ બન્યા, પરંતુ માનવ મૂલ્ય અને માનવ ગરિમા માટે એક રીતે દુનિયાની અવાજ બની ગયા. ગત વર્ષોમાં 2 ઓક્ટોબરથી પહેલા લગભગ 2 અઠવાડિયા સુધી દેશભરમાં સ્વચ્છતાની સેવાના અભિયાન ચાલ્યા. આ વખતે 11 સપ્ટેમ્બરથી શરૂ થશે.''

 

'મન કી બાત' દરમિયામ પીએમ મોદીએ Man vs Wild નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે, ''ભારતનો સંદેશ, ભારતની પરંપરા, સંસ્કાર યાત્રામાં પ્રકૃતિના પ્રતિ સંવેદનશીલતા, આ તમામ વાતનો વિશ્વમાં રૂબરૂ કરાવવા માટે આ એપિસોડ ખૂબ જ મદદ કરશે, તેવો મને વિશ્વાસ છે. ઘણા લોકો જાણવા ઇચ્છશે કે ,બેયર ગ્રિલ્સે મારી હિંદી કેવી રીતે જાણી. લોકો પૂછે છે, શું આ એડિટ કરવામાં આવ્યુ છે કે પછી કેટલી વખત શૂટ કરવામાં આવ્યુ છે. બેયર ગ્રિલ્સ અને મારી વચ્ચે ટેક્નોલોજીએ પુલ જેવુ કામ કર્યુ છે. તેની પાસે એક કૉર્ડલેસ ડિવાઇસ હતુ અને હું હિંદીમાં બોલતો હતો તેમને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઇને સંભળાતુ હતુ.''

 

  પીએમ મોદીએ કહ્યુ કે, અમે જલ્દીથી ટાર્ગેટ પૂરા કરીશું. અમે 2019માં વાધની સંખ્યા બમણી કરી દીધી છે. ભારતમાં વાધની સંખ્યા એટલી ન હતી પરંતુ સંરક્ષિત વિસ્તારોમાં અને કમ્યૂનિટી રિઝર્વની સંખ્યા વધી છે. ભારતમાં વાધની વસ્તી 2967 છે. 29 ઓગસ્ટના રાષ્ટ્ર ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આપણે દેશમાં 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ'ની શરૂઆત કરીશું.

(2:55 pm IST)