Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

દેણાથી પરેશાન ખેડૂતએ કિડની વેચવા કર્યો નિર્ણંય ;સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી

બે વીઘા જમીન ધરાવતા અને ત્રણ વર્ષથી ખેતીમાં નુકશાન ભોગવતા ગીતમસિંહ પર સાહુકારો અને બેન્કનું 20 લાખથી વધુનું દેણું

બેન્ક અને સાહુકારોના દેણાથી પરેશાન ખેડૂત હવે પોતાનું અંગ વેચવા મજબુર બન્યો છે,આગ્રા જિલ્લામાં એક આવો કિસ્સો બહાર આવ્યો છે અહીં એક ખેડૂતે પોતાની કિડની વેચવા નિર્ણંય કર્યો છે જોકે આ ગેરકાનૂની છે આ મામલો બહાર આવતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
   ફતેહાબાદ પંથકના ઘાંઘપુરા ગામના ખેડૂત ગીતમસિંહનો સોશ્યલ મીડિયામાં એક સંદેશ વાયરલ થયો છે જેમાં તેણે ગેરકાનૂની ઓફર કરી છે

  ગીતમસિંહ સતત ત્રણ વર્ષથી ખેતીમાં થઇ રહેલ નુકશાનથી બેન્ક અને સાહુકારોના દેણામાં ડૂબ્યો છે જેના કારણે તે પોતાની કિડની વેચવા ઈચ્છે છે

  ગીતમ પાસે અંદાજે બે વીઘા જમીન છે તે ખુદ પર 20 લાખ રૂપિયાથી વધુ દેણું હોવાનું કહે છે તેના મુજબ તે દેણું ચૂકવવા માટે થતા દબાણને કારણે વિવશ થઈને કિડની વેચવા નિર્ણ્ય કર્યો છે તેની જાણકારી મળતા એસડીએમએ ગીતમને બોલાવીને કાનૂની સ્થિતિની સમજણ આપી હતી.

(11:45 am IST)