Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પ્રધાનમંત્રી મોદી UAEની એક દિવસીય યાત્રા બાદ બહેરીન પહોચ્યા : ભારતીય વડાપ્રધાન તરીકે બહેરીન જનાર પ્રથમ પ્રધાનમંત્રી : PM મોદીએ પ્રિંસ ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી

દુબઈ : PM નરેન્દ્રભાઈની UAEની એક દિવસીય યાત્રા બાદ આજે શનિવારે અબુધાબીથી બહેરીન પહોંચ્યા છે. બહેરીનનાં નનામાં પહોચવા પર, એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ બહેરીન પહોંચ્યા છે. બહેરીન પહોંચીને નરેન્દ્ર મોદીએ પ્રિંસ ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. કોઇ પણ ભારતીય વડાપ્રધાનની બહેરીનની આ પહેલી યાત્રા છે. 

વડાપ્રધાન મોદી હાલનાં સમયે ત્રણ દેશોની યાત્રા પર છે. અબુધાબી હવાઇ મથક પર પ્રિંસ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન તેમને વિદા કરવા પહોંચ્યા. બે દિવસની બહેરીન યાત્રા બાદ વડાપ્રધાન મોદી ફ્રાંસ જશે. જ્યાં પર જી7 સમ્મેલનમાં હિસ્સો લેશે. અગાઉ વડાપ્રધાન શુક્રવારે અબુધાબી પહોંચ્યા છે. શનિવારે તેમને યુએઇનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઝાયદ દ્વારા પણ નવાજવામાં આવ્યા.

ભારતનાંવ ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇમાં શનિવારે રુપે કાર્ડની શરૂઆત કરી અને આ કાર્ડનો ઉપયોગ કરીને એક કિલો લાડુ પણ ખરીદ્યા. આ કાર્ડ માસ્ટર અને વિઝા કાર્ડની સમકક્ષ ગણાશે. સંયુક્ત અરબ અમીરાતમાં ભારતનાં રાજદુત નવદીપ સિંહ સુરીએ અમીરાત પેલેસમાં આ કાર્ડના લોન્ચિંગ દરમિયાન જાહેરાત કરી કે મધ્યપુર્વમાં સંયુક્ત આરબ અમીત પહેલો એવો દેશ છે, જ્યાં રુપે કાર્ડની શરૂઆત કરવામાં આવી. યુએઇમાં આવતા અઠવાડીયાથી અનેક પ્રમુખ વ્યાવસાયીક પ્રતિષ્ઠાનો અથવા દુકાનમાં તેને સ્વિકાર કરવામાં આવશે.

(12:00 am IST)