Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

વિડીયો : રાજસ્થાનના અલવર જીલ્લાના ભિવાડીમાં એક યુવતીએ મોલના ચોથા માળેથી લગાવી મોતની છલાંગ : અરેરાટી ફેલાવતી ઘટના થઈ CCTV કેમેરામાં કેદ : લોકોએ તાત્કાલીક યુવતીને હોસ્પિટલ પહોચાડી પરંતુ ડોકટરે મૃત જાહેર કરી : ૯ મહિના પહેલાજ યુવતીના લગ્ન થયા હોવાનું બહાર આવ્યું

ભીવાડી : રાજસ્થાનના અલવર જીલ્લાના ભિવાડીમાં એક યુવતીએ મોલના ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાય ગઈ છે. મોલમાં મોજુદ લોકોએ યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં પહોચાડી હતી પણ દુર્ભાગ્યે ડોકટરે યુવતીને મૃત જાહેર કરી હતી. પોલીસે લાશને સ્થાનીક હોસ્પિટલમાં રાખી છે. આત્મહત્યા પાછળનું કારણ શું હતું તે પોલીસને ખબર પડી નથી. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આત્મહત્યાની આ ઘટના ભિવાડી કસ્બાના ફૂલબાગ પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાયપાસ રોડ પર આવેલા ક્વાયર મોલમાં બની. અહીં ચોથા માળેથી એક યુવતીએ મોતની છલાંગ લગાવી દીધી. યુવતી નીચે પડતા જ લોકો ભેગા થઈ ગયા. લોકોએ યુવતીને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કોશિસ કરી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી.

મૃતક યુવતીનું નામ પૂનમ જાણવા મળ્યું છે. તે કિશનગઢવાસ વિસ્તારના મોઠુકા ગામની રહેવાસી હતી. તે છેલ્લા કેટલાક દિવસમાં ભિવાડીમાં પોતાના પતિ સાથે રહેતી હતી. નવેમ્બર 2018માં તેના લગ્ન થયા હતા.

યુવતી દ્વારા મોલમાંથી કુદવાની લાઈવ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં એક મહિલા લાલ રંગના સૂટમાં ફરતી જોવા મળી રહી છે. પહેલા યુવતી પોતાનું પર્સ રેલિંગ પાસે રાખે છે. ત્યારબાદ આજુ બાજુ જુએ છે. ત્યારબાદ તે મોલના છતની રેલિંગ પરથી નીચે છલાંગ લગાવી દે છે.

પોલીસે યુવતીના પરિવારજનોને ઘટનાની સૂચના પહોંચાડી છે. તેમના આવ્યા બાદ મૃતક યુવતીની લાસ પોસ્ટમાર્ટમ કરાવવામાં આવશે. ફૂલ બાગ પોલીસ આ મામલામાં તમામ સંબંધિત પહેલુઓને ધ્યાનમાં રાખી તપાસમાં લાગી ગઈ છે.

(1:21 am IST)