Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

કેરળમાં હજુ 8,69,278 લોકો રાહત શિબિરમાં રહેવા મજબુર :સાત હજાર મકાનો સંપૂર્ણ નષ્ટ :50 હજાર મકાનો ક્ષતિગ્રસ્ત

ભારે વરસાદ-પુરમાં 417 લોકોએ જીવ ગુમાવ્યા :36 લોકો ગુમ

કેરળમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 417 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. કેરળમાં ધીરેધીરે સ્થિતિ થાળે પડી રહી છે અને લોકો રાહત શિબિરોમાંથી પોતાના ઘરોમાં પાછા ફરી રહ્યા છે. તેમ છતાં આઠ લાખ 69 હજાર લોકો બે હજાર સાતસો સિત્યાસી રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે.

  કેરળમાં પૂરને કારણે 36 લોકો ગુમ થયા છે. સાત હજાર મકાનો સંપૂર્ણપણે અને પચાસ હજાર મકાનો આંશિકપણે ક્ષતિગ્રસ્ત થયા છે. કેરળના મુખ્યપ્રધાન પી.વિજયને પૂરગ્રસ્ત રાજ્ય પ્રત્યે કેન્દ્રને ઉદારવાદી દ્રષ્ટિકોણ અપનાવવાની માગણી કરી છે.

(2:21 pm IST)