Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

જિયોની ઇન્ટરનેટ સ્પીડ ડબલ કરવી છે? કરો સ્માર્ટ ફોનમાં નાનકડુ સેટીંગ

ધીમી સ્પીડની ફરિયાદ દુર થઇ જશે

નવી દિલ્હી તા. ૨૫ : હાલના સમયમાં દરેક ઘરમાં તમને એકાદ જિયો યુઝર જોવા મળી જશે. જેવી રીતે જિયોએ 4G નેટવર્ક લાવીને દેશભરમાં ઈન્ટરનેટની ક્રાંતિ લાવી દીધી છે, તેને જોતા ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જયાં જિયો સિમ કે ફોનનો ઉપયોગ ન કરતા હોય. જોકે હાલના સમયમાં જિયો સિમ યુઝ કરનારા મોટાભાગના યુઝર્સ ઈન્ટરનેટની સ્પીડ ધીમી હોવાની ફરિયાદ કરતા હોય છે. જોકે અમે તમને એક એવી ટ્રિક બતાવીશું જેતમારા એન્ડ્રોઈડ 4G ફોનમાં એક નાનકડું સેટિંગ કરીને જિયોની ઈન્ટરનેટ સ્પીડને વધારી શકો છો.

આ માટે સૌથી પહેલા તમારા ફોનના સેટિંગ ઓપ્શનમાં જાઓ. ત્યાર બાદ સિમ કાર્ડ એન્ડ મોબાઈલ નેટવકર્સ પર કિલક કરો. અહીં તમને સિમકાર્ડ સેટિંગમાં jio 4G ઓપ્શન જોવા મળશે તેના પર કિલક કરો. સિમ કાર્ડ સેટિંગમાં જતા તમને મોબાઈલ નેટવર્ક ઓપ્શનમાં Preferred Network Type (PNT) અને  Access Point Name (APN) જોવા મળશે. ફોનમાં કરવાથી તમારી જિયો સ્પીડ ડબલ થઈ જશે. સૌપ્રથમ PNT પર કિલક કરતા LTE ઓપ્શન સિલેકટેડ બતાવશે. જો તમારા ફોનમાં 3G નેટવર્ક સિલેકટેડ હોય તો LTEને સિલેકટ કરો. ત્યારે બાદ Access point name પર કિલક કરો. અહીં Intenetના ઓપ્શનમાં જતા સૌથી નીચે Bearer ઓપ્શન જોવા મળશે. તેના પર કિલક કરો. અહીં તમારા ફોનમાં Unspecifiedના બદલે LTE ઓપ્શન સિલેકટ કરો. OK આપ્યા બાદ Moreમાં જઈને આ સેટિંગ સેવ કરી લો. બસ હવે તમારા જિયો 4G સિમકાર્ડની સ્પીડ પહેલા કરતા ડબલ થઈ ગઈ છે.જો તમારે જિયોની સ્પીડ વધી છે કે નહીં તે ચેક કરવું હોય તો સૌ પ્રથમ ફોનમાં સ્પીડ ટેસ્ટ સોફટવેર (Ookla) ઈન્સ્ટોલ કરો. તે બાદ ફોનની સ્પીડ ચેક કરો.

આ પછી ફોનમાં APN સેટિંગ ચેન્જ કરીને ફરીથી ઈન્ટરનેટની સ્પીડને ટેસ્ટ કરી શકો છો. અહીં તમે પહેલા અને પછીની ઈન્ટરનેટ સ્પીડની સરખામણી કરતા માલુમ પડી જશે કે ખરેખર જિયો ઈન્ટરનેટ સ્પીડ વધી છે કે નહીં.

નોંધઃ આ ટ્રિક માત્ર એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં કામ કરશે, આથી આઈફોન યુઝર્સે ટ્રાય ન કરવી. (૨૧.૭)

(11:51 am IST)