Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

રાજસ્થાનમાં કાવડ યાત્રીઓ ઉપર ભારે પથ્થરમારો થયો છે : તોંકમાં કફર્યુ લાદી દેવાયો છે : આગજની અને તોડફોડ

રાજસ્થાનના તોંક જીલ્લામાં અનિશ્ચિત મુદ્દતના કફર્યુ લાદી દેવાયો છે : કાવડ યાત્રાના રસ્તા ઉપર કેટલાક અસામાજીક તત્વોએ કાવડીયા ઉપર ભારે પથ્થરમારો કરતા સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે : લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે : એક મોટર સળગાવી, કેટલાક વાહનો સહિત પોલીસ વટહુકમ બહાર પાડેલ : સંખ્યાબંધ કાવડીયાઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે : તોંક જીલ્લામાં મોટી સાંજે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે : અહિંના માલપુરા વિસ્તારમાં ૧૫ જેટલા કાવડીયાઓ ઘાયલ થયા છે : બાલાજી મંદિર તરફ જળ લઈને કાવડ યાત્રીઓ જઈ રહ્યા હતા ત્યારે માલપુરા વિસ્તારમાં પથ્થરમારો શરૂ થયો હતો : રિઝર્વ ફોર્સની ૨ કંપનીને ગોઠવી દેવામાં આવી છે

(12:00 am IST)