Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ભારતીય પુરૂષ હોકી ટીમનું ઓલિમ્પિકમાં અત્યાર સુધીનુ સૌથી નિરાશાજનક પ્રદર્શન : ઓસ્ટ્રેલિયા સામે 7-1થી હાર

. ગ્રુપ એ ની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 7-1થી હરાવી

ટોક્યો ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારતે પુરૂષોની હોકી ટીમને શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. ગ્રુપ એ ની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 7-1થી હરાવી હતી. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવી ગયેલી ભારતીય ટીમ આ મેચમાં સંપૂર્ણ રીતે પાછળ રહી ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો બચાવ પણ ઘણો નબળો જોવા મળ્યો. ભારતના ઓલિમ્પિક ઇતિહાસમાં આ એક શરમજનક પરાજય છે. ભારતની આગામી ગ્રુપ મેચ હવે સ્પેન, આર્જેન્ટિના, જાપાન સાથે થશે. આવી સ્થિતિમાં, આ પરાજયનો બોધપાઠ લેતા, ભારતીય ટીમ જોરદાર વાપસી કરવા માંગશે અને આગામી ત્રણ મેચમાં વિજય નોંધાવવા માંગશે.

મેચ વિશે વાત કરતાં ઓસ્ટ્રેલિયન ટીમ રમતની શરૂઆતથી જ આક્રમક જોવા મળી. તેણે 10 મી મિનિટમાં જ ગોલ કરીને ભારત ઉપર 1-0ની લીડ મેળવી લીધી. આ પછી, 21 મી અને 23 મી મિનિટમાં, કાંગારૂ ટીમે એક પછી એક ગોલ કર્યો. આ પછી, ઓસ્ટ્રેલિયાએ 26 મી મિનિટમાં બીજો ગોલ કરીને ભારતને સંપૂર્ણપણે મુશ્કેલીમાં મુકી દીધું. હાફ ટાઇમ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર 4-0ની લીડ મેળવી લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ હાફ ટાઇમ પછી વાપસી કરવાનો પ્રયાસ પણ તે કંઇ ખાસ કરી શકી નહીં. ભારત તરફથી દિલપ્રીત સિંહે 34 મી મિનિટમાં ગોલ કર્યો. આ પછી સ્કોર 4-1 થઈ ગયો. આ પછી તરત જ, 40 મી અને 42 મી મિનિટમાં, ઓસ્ટ્રેલિયાએ એક પછી એક ગોલ કરીને ભારત પર 6-1ની લીડ મેળવી લીધી. અહીંથી ટીમ સંપૂર્ણ દબાણમાં આવી ગઇ. આ પછી ચોથા ક્વાર્ટરની રમત શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 51 મી મિનિટમાં બીજો ગોલ કરીને ભારતને 7-1થી હરાવી દીધું.

(8:31 pm IST)