Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

કેરળમાં મુસ્લિમ તથા ખ્રિસ્તી કોમને અનામત આપવા વિરુદ્ધ કરાયેલી અરજી કેરાલા હાઇકોર્ટે ફગાવી : રાજ્ય સરકાર દ્વારા અપાતી અનામત સુવિધા દેશના રાષ્ટ્રપતિની સલાહ તથા સંમતિ સાથે આપવામાં આવે છે : કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં : પૂરતો અભ્યાસ કર્યા વિના પિટિશન દાખલ કરવા બદલ કોર્ટે 25 હજાર રૂપિયાનો દંડ કર્યો

 કેરળ : કેરળમાં મુસ્લિમ તથા ખ્રિસ્તી કોમની વસતિ 50 ટકા ઉપર છે. તેઓ આર્થિક , શૈક્ષણિક ,તથા સામાજિક રીતે પણ હિંદુઓ કરતા આગળ છે. તેમને લઘુમતી કોમ તરીકે અપાતી અનામત સુવિધા અંગે ફેર વિચારણા કરવા હિન્દૂ ઓર્ગેનાઈઝેશનએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અપાતી અનામત સુવિધા દેશના રાષ્ટ્રપતિની સલાહ તથા સંમતિ સાથે આપવામાં આવે છે . કોર્ટ તેમાં હસ્તક્ષેપ  કરી શકે નહીં . પૂરતો અભ્યાસ કર્યા વિના પિટિશન કરવા બદલ કોર્ટે હિન્દૂ ઓર્ગેનાઈઝેશનને  25 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:37 pm IST)