Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સૌરાષ્ટ્રભરમા મેઘ મહેર : રાજકોટ જિલ્લાના લોધિકામા બે કલાકમાં સાડા પાંચ ઇંચ : માણાવદરમાં ૫ ઇંચ : જૂનાગઢ અને વંથલીમાં સવા પાંચ ઇંચ : જામનગર જિલ્લાના કાલાવડમા ૪ ઇંચ : ધોરાજીમાં સાડાત્રણ ઈચ : વિસાવદર - કેશોદ - મેંદરડામાં ત્રણ ઇંચ : રાજકોટ -ઉપલેટા - માંગરોળ અને માળીયાહાટીનામા બે ઇંચ : કચ્છ - મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો કોરા : ૨૬ તાલુકામા ઝાપટાથી માંડીને એક ઇંચ : અવિરત મેઘ મહેરથી વાતાવરણ ટાઢુંબોળ

રાજકોટ તા.૨૫ : સૌરાષ્ટ્રભરમા મેઘ મહેર યથાવત છે. રાજકોટ જિલ્લાના લોધિકામા બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૫ ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત જૂનાગઢ અને વંથલીમાં સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જામનગર જિલ્લાના કાલાવડમા ૪ ઇંચ પડ્યો હતો જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સાડાત્રણ ઈચ પડ્યો હતો આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના વિસાવદર - કેશોદ - મેંદરડામાં ત્રણ ઇંચ ખાબક્યો હતો રાજકોટ -ઉપલેટા - માંગરોળ અને માળીયાહાટીનામા બે ઇંચ નોંધાયો છે જ્યારે  કચ્છ  - મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો કોરા રહ્યા છે આજે સવારથી બપોરના ચાર વાગ્યા સુધીમાં ૨૬ તાલુકામા ઝાપટાથી માંડીને એક ઇંચ પડ્યો છે અવિરત મેઘ મહેરથી વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું છે.

              અમરેલી જિલ્લાના ધારી બગસરા ભાવનગર જિલ્લાના પાલીતાણા ઉમરાળા ગારીયાધાર ઘોઘા તળાજા ભાવનગર ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વેરાવળ સુત્રાપાડા જામનગર જિલ્લાના જામજોધપુર જામનગર જોડીયા ધ્રોલ લાલપુર જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોરબંદર જિલ્લાના કુતિયાણા રાણાવાવ પોરબંદર શહેર ઉપરાંત રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગોંડલ શહેર જેતપુર જામકંડોરણા પડધરી મા ઝાપટાંથી માંડી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે આ વરસાદ સૌરાષ્ટ્રના 26 તાલુકામાં નોંધાયો છે.
         ગઈકાલ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ક્યાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી રહ્યો છે વાવણી બાદ વરસાદ વરસતા પાકને ફાયદો થયો 
છે.

(5:24 pm IST)